Placeholder canvas

રાજકોટમાં કુખ્યાત લાલાનું ત્રણ રાઉન્ડ ફાયરીંગ, વાહનોમાં તોડફોડ

રાજકોટ: સામુહિક દુષ્કર્મનો પ્રયાસ, મારામારી સહિત અનેક ગુનાઓમાં પોલીસ ચોપડે ચડી ચુકેલા દુધ સાગર રોડ પર હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલાએ લખણ ઝળકાવી રાત્રીના ભાવનગર રોડ પર મનહરપરા પાસે ત્રણ રાઉન્ડ ફાયરીંગ કર્યુ હતું. જેમાં એક મીસ ફાયર થયું હતું. અગાઉ થયેલા ઝઘડામાં યુવાન સમાધાન કરાવવા વચ્ચે પડયો હોય તેનો ખાર રાખી કુખ્યાત લાલા તથા તેની સાથેના આઠ શખ્સોએ મળી દુધની ડેરી વિસ્તારમાં રહેતા યુવાન અને તેના મિત્ર પર જીવલેણ હુમલો કર્યો હતો. તેમજ તલવાર, લાકડી વડે શેરીમાં પડેલા વાહનોમાં પણ બેફામ તોડફોડ કરી હતી.

બનાવની જાણ થતાં એસીપી એચ.એલ.રાઠોડ, થોરાળા પોલીસ મથકના પીઆઇ જી.એલ.હડીયા સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. પોલીસે નામચીન શખ્સ તેના ભાઇ સહિતના આરોપીઓ સામે હત્યાનો પ્રયાસ, રાયોટ અને આર્મ્સ એકટ સહિતની કલમો હેઠળ ગુનો નોંધી આરોપીઓને ઝડપી લેવા તપાસ હાથ ધરી છે.

ફાયરીંગની આ ઘટના અંગે જાણવા મળતી વિગતો મુજબ શહેરના દુધ સાગર રોડ પર ગુજરાત હાઉસીંગ બોર્ડ કવાર્ટરમાં રહેતા કુખ્યાત ઇમ્તિયાઝ ઉર્ફે લાલો ભીખુભાઇ રાઉમા, ઇરફાન રાઉમા, સદામ, ઇમલો, ફારૂક, જાંબુ તથા બે અજાણ્યા શખ્સોએ મળી રાત્રીના ભાવનગર રોડ પર ફાયર બ્રિગેડ પાસે મનહરપરા શેરી નં.1માં દુધસાગર રોડ પર રહેતા મોહસીન ઉર્ફે ચીનલો દિલાવરભાઇ કુરેશી તથા તેનો મિત્ર તોફીક સંઘાર પર લાલાએ બે રાઉન્ડ ફાયરીંગ કરી હત્યાનો પ્રયાસ કર્યો હતો.

જયારે એક મીસ ફાયર થયું હતું. તેમજ આરોપીઓએ તલવાર, લાકડી સહિતના હથિયારો વડે શેરીમાં પડેલા વાહનોમાં બેફામ તોડફોડ કરી હતી. તેમજ છુટા સોડા બોટલોના ઘા કર્યા હતાં. બનાવના પગલે એસીપી રાઠોડ, પીઆઇ હડીયા, પીએસઆઇ પી.ડી.જાદવ, સ્ટાફના કેવલીન સાગર સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી.ફાયરીંગના આ બનાવ અંગે મોહસીન ઉર્ફે ચીનલો દિલાવરભાઇ કુરેશી (ઉ.વ.29) રહે. લાખાજીરાજ શ્રમજીવી સોસાયટી શેરી નં.4 દ્વારા થોરાળા પોલીસ મથકમાં નોંધાવવામાં આવેલી ફરિયાદ મુજબ તે દુધની ડેરીમાં કેન સાફ કરવાનું કામ કરે છે. ગઇકાલ સાંજના તે તેના મિત્ર તોફીક સંઘાર (રહે.જંકશન પ્લોટ) સાથે મોરબી રહેતા મિત્ર ઇસ્માઇલને મળવા શિફટ કાર લઇને ગયા હતા.

દરમિયાન રાત્રીના પોણા એક વાગ્યાની આસપાસ લાલાનો ફોન આવ્યો હતો અને કહ્યું હતું કે તારો મિત્ર તોફીક કયાં છે તેને શોધવા નીકળ્યા છીએ આજે તેને મારી નાંખવો છે. જેથી મોહસીને તેની બાજુમાં જ બેઠેલા તોફીકને આ વાત જણાવી હતી. બાદમાં લાલાએ અલગ-અલગ મોબાઇલમાંથી ફોન કરી ગાળો આપી હતી. ત્યારબાદ રાતના પોણા બે વાગ્યે મોરબીથી રાજકોટ પરત ફર્યા હતાં. અંદાજે ત્રણેક વાગ્યે રાજકોટ આવ્યા હતાં અને ભાવનગર રોડ પર બેડીપરા ફાયર બ્રિગેડ પાસે મનહરપરા મેઇન રોડ પર કે જયાં બંનેની બેઠક છે ત્યાં ગયા હતા. ત્યાં આ બંનેના અન્ય મિત્રો સમીર સીપાઇ તેનો ભાઇ સદામ તોફીક સમા, હૈદરને બોલાવ્યા હતાં અને લાલાએ મારી નાંખવાની ધમકી આપ્યાની વાત કરી હતી.

દરમિયાન લાલાના ભાઇ ઇરફાને ફોન કર્યો હતો અને કહેલ કે અમે અમારી બેઠકે છીએ તેમ કહ્યું હતું. દરમ્યાન સાડા ત્રણેક વાગ્યાના સુમારે અહીં ઇમ્તિયાઝ ઉર્ફે લાલો તથા અન્ય આરોપીઓ વાહનો લઇ આવ્યા હતાં અને ગાળાગાળી કરી સોડા બોટલના છુટા ઘા કર્યા હતાં. ઇમ્તિયાઝ ઉર્ફે લાલાએ ફરિયાદી મોહસીન પર નિશાન લઇ પોતાની પાસે રહેલ રિવોલ્વર વડે ફાયરીંગ કર્યુ હતું. તેમજ અન્ય એક ફાયરીંગ તેના મિત્ર તોફીક સંઘાર પર કર્યુ હતું. તથા એક મીસ ફાયર થયું હતું. ઇમ્તિયાઝ ઉર્ફે લાલા સાથેના અન્ય શખ્સોએ તલવાર અને લાકડી વડે શેરીમાં પડેલ રીક્ષા, બાઇકમાં બેફામ તોડફોડ કરી હતી. દરમિયાન ફરિયાદી તથા તેના મિત્રો ડરી જઇ આજી નદી તરફ જતાં રહ્યા હતાં. બાદમાં તેણે આ બાબતે પોલીસને જાણ કરતાં પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી.

બનાવની વધુમાં જાણવા મળતી વિગતો મુજબ ઇમ્તિયાઝ ઉર્ફે લાલાના કાકાનો દિકરો મુસા રાઉમા સાથે લાખાજીરાજ શેરી નં.3માં રહે છે તે જીલાની રાઉમા સાથે તા.15/6ના બોલાચાલી થઇ હતી. જીલાની રાઉમા ફરિયાદી તથા તેના મિત્ર તોફીકનો મિત્ર હોવાથી આ બાબતેની જાણ થતાં

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/L5wLT47GpgzBNNKamflId1

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો