Placeholder canvas

મોરબી: કાલિકા પ્લોટમાં ફાયરીગમાં એક યુવાન ઘવાયો

મોરબીના કાલીકા પ્લેાટ વિસ્તારમાં ગત મોડીરાત્રીના બારેક વાગ્યાના અરસામાં બે શખ્સો દ્વારા એક યુવાન ઉપર ફાયરીંગ કરવામાં આવતા ઘવાયેલા યુવાનને મોરબીમા ખાનગી હોસ્પિટલે પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટ લઇ જવાયાે હોવાનું જાણવા મળેલ છે.

મોરબીના રવાપર રોડ ઉપર કાલીકા પ્લાેટ શેરી નંબર ૪ માં રહેતો રહીમ ઉર્ફે ટકો વલીમામદ જારમાણી નામનો ૨૯ વર્ષનો યુવાન મોડી રાત્રીના બારેક વાગ્યાના અરસામાં પોતાના વિસ્તારમાં જલાલ ચેાક પાસેથી જઈ રહ્યો હતો એ દરમિયાન બે અજાણ્યા ઈસમોએ તેને ગોળી મારી દેતા રહીમને મોરબીમા ક્રિષ્ના હોસ્પિટલે સારવાર માટે લઇ જવાયો હતો જ્યાં તેને પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની સ્ટર્લીંગ હોસ્પિટલ ખસેડવામા આવેલ છે. બનાવ સંદર્ભે મોરબી સીટી એ ડીવીઝનને જાણ કરાતા પીઆઈ આર.જે.ચૌધરીના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ વી.કે.ગોંડલીયા તેમજ ડી સ્ટાફે તપાસ શરૂ કરી છે.

આ સમાચારને શેર કરો