Placeholder canvas

સુરત: સિટી બસે અડફેટે લેતા પિતા-પુત્ર અને ભત્રીજાનું મોત, 1 બાળક ગંભીર

સુરત : શહેરનાં ડિંડોલીનાં બ્રિજ પર પૂરપાટ આવતી સિટી બસે બે બાઇકને અડફેટે લેતા ત્રણ લોકોનાં મોત નીપજ્યાં છે. જ્યારે એક વ્યક્તિને હાથમાં ગંભીર ઇજા પહોંચી છે. જેમના મોત થયા છે તેમાં બે નાના બાળકો તથા એક કાકાનો સમાવેશ થાય છે. આ ગોજારા અકસ્માત બાદ સિટિ બસ ત્યાંથી પૂરપાટ નીકળી ગઇ હતી.

આ મામલે મળતી માહિતી પ્રમાણે ડિંડોલી બ્રિજ પરથી એક બાઇક પર એક યુવક પોતાનાં કાકા ત્રણ બાળકોને લઇને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ કલ્યાણજી વિથથલ મહેતા શાળામાં લઇ જતા હતાં. ત્યારે જ સામેથી એકદમ સ્પીડમાં આવતી સિટી બસે આ બાઇકને ટક્કર મારી હતી. જેમાં ઘટનાસ્થળે જ બાઇક પર સવાર ચારમાંથી ત્રણનાં મોત નીપજ્યાં છે. જ્યારે અન્ય એક બાઇક સવાર યુવાનને પણ ટક્કર વાગતા ઇજાગ્રસ્ત થયો છે.

આ અકસ્માત બાદ સિટિ બસ પૂરપાટ ઝડપે ત્યાંથી ભાગી ગઇ હતી. આ અકસ્માત આજે સવારે ડિંડોલી બ્રિજ પર થયો હતો. મૃતકોમાં પોનીકર ભાવેશ યશવંત (8 વર્ષ), પોનીકર ભુપેન્દ્ર વિનોદ (12 વર્ષ) અને તેમના કાકાનું મોત નીપજ્યું છે. જ્યારે ત્રીજો 9 વર્ષનો બાળક પોનીકર સાહિલ યશવંત ગંભીર ઇજાગ્રસ્ત છે. ઘટનાસ્થળે લોકોનાં ટોળેટોળા આવી પહોંચ્યાં હતાં. સ્થાનિક પોલીસની ગુનો નોંધીને અકસ્માત કરનાર સિટિ બસ ચાલકની શોધખોળ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો