Placeholder canvas

વાવાઝોડા અને માવઠામાં નુકસાન થયેલ ખેડૂતોને વળતર ચૂકવાશે : CM

મોરબીમાં રૂ.7.5 કરોડના ખર્ચે બનનારા મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલય અને ચીલીગ પ્લાન્ટનું સીએમ રૂપાણીના હસ્તે ખાતમૂહુર્ત

મોરબી : મોરબીમાં આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપનીના હસ્તે સામાકાંઠે સોઓરડી વિસ્તારના નાકા પાસે રૂ.12.71 કરોડના ખર્ચે નવી બનેલી જિલ્લા પોલીસ અધિક્ષકની કચેરીનું લોકાર્પણ બાદ પંચાસર રોડ પર આવેલ મહિલા દૂધ ઉત્પાદક મંડળીના કાર્યાલય અને આ મંડળી સંચાલિત મયુર ડેરીના ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.

આ તકે સીએમ રૂપાણીએ વાવાઝોડા અને માવઠા ગ્રસ્ત ખેડૂતોને કોઈ કાળે અન્યાય નહિ થાય અને સર્વે કરીને ખેડૂતોને યોગ્ય વળતર ચુકવવામાં આવશે તેમ જણાવ્યું હતું અને ખેતીની સાથે પશુપાલનમાં મોરબી જિલ્લો અગ્રેસર રહે તે માટે આ ચીલીગ પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરીને મોરબીમાં શ્વેત કાંતિ કરવાનો ભાર મુક્યો હતો.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો…..

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો