Placeholder canvas

મોરબીમાં નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું કૌભાંડ ઝડપ્યું :1 કરોડ જેટલી રોકડ જપ્ત

મોરબી પોલીસે નકલી રેમડેસિવિર ઇન્જેકશનનું રાજ્યવ્યાપી કૌભાંડ ઝડપ્યું : એકાદ કરોડ જેવી રોકડ જપ્ત

મોરબી : કોરોના મહામારીમાં પણ મબલક પૈસા કમાવવા કૌભાંડિયા લોકોના આરોગ્ય સાથે ચેડાં કરી કમાઈ લેવા માટે નકલી રેમડેસીવીર ઇન્જેક્શનનો કાળો કારોબાર કરતા હોવાનું રાજ્યવ્યાપી કૌભાંડ મોરબી પોલીસે ઝડપી લઇ અમદાવાદ અને સુરત સુધી તપાસનો દૌર લંબાવી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરી ઝડપીને અંદાજે એકાદ કરોડ જેટલી રોકડ રકમ જપ્ત કરવામાં આવી હોવાનું પોલીસે સત્તાવાર રીતે જાહેર કર્યું છે.

નકલી રેમડેસીવીર ઇન્જેક્શન કૌભાંડ અંગે મોરબી જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ પત્રકાર પરિષદમાં વિગતો આપતા જણાવ્યું હતું કે, મોરબીનો રાહુલ અશ્વિનભાઇ કોટેચા,રે.ધુનડા રોડ અને વિરાજ ઉર્ફે રાજ મનોજમાઇ હીરાણી,રે.નવલખીરોડ,સેન્ટમેરી સ્કૂલ પાસે મોરબી નામના શખ્સો ડુપ્લીકેટ રેમડેસિવિર ઇન્જેક્શન વેંચતા હોવાની બાતમીને આધારે એલસીબી ટીમે બન્ને શખ્સોને 41 નંગ રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 2.15 લાખ સાથે ઝડપી લઈ આગવી ઢબે પૂછપરછ કરતા આ નકલી ઇન્જેક્શન તેઓ અમદાવાદ જુહાપુરામાંથી મહમદ આશીમ ઉર્ફે મહમદ આશીફ મહમદઅબ્બાસભાઇ પટણી રહે. અમદાવાદ અને રમીઝમાઇ સૈયદ કાદરી રહે જુહાપુરા વેજલપુર રોડ શરીફાબાદ સૌસાયટી નામના બે આરોપીને 1170 નંગ નકલી રેમડેસિવિર ઇન્જેક્શન અને રોકડા રૂપિયા 17.37લાખ સાથે મોરબી પોલીસની ટીમે દબોચી લઈ આ ઇન્જેક્શન ક્યાંથી લાવતા હતા તે અંગે માહિતી ઓકાવી કૌભાંડના મૂળ અને જ્યા ઈંજેક્શન બનાવવામાં આવતા હતા તેવા સુરતના પિંજરાદ ગામે ગઈકાલે રાત્રે જ દરોડો પાડી નકલી રેમડેસિવિર ઇન્જેક્શનની ફેક્ટરી ઝડપી પાડવામાં આવી હતી.

વધુમા જિલ્લા પોલીસવડા એસ.આર.ઓડેદરાએ જણાવ્યું હતું કે કૌભાંડિયા તત્વો દ્વારા ગ્લુકોઝ અને મીઠું મિક્સ કરી નકલી રેમડેસિવિર ઇન્જેક્શન બનાવવામાં આવતા હતા અને નકલી ઇન્જેક્શન બનાવનારા લોકો 2500 રૂપિયામાં ઇન્જેક્શન આપતા હતા જેને મોરબી અમદાવાદમાં જરૂરિયાત વાળા લોકો પાસેથી 5000 કે તેથી વધુ કિંમત વસૂલી વેચવામાં આવતા હતા.

દરમિયાન મોરબી પોલીસે સુરત નજીક આવેલ પિંજરાદ ગામે સ્થાનિક પોલીસની મદદથી દરોડો પડતા નકલી રેમડેસીવીર ઇન્જેક્શન બનાવવાનો મુખ્ય ભેજાબાજ આરોપી કૌશલભાઇ મહેન્દ્રભાઇ વોરા, રહે. સુરત, અડાજણ અને પુનિતભાઇ ગુણવંતલાલ શાહ, રહે. મુંબઇ વાળા ઝડપાઇ ગયા હતા અને પોલીસે નકલી ઇન્જેક્શન બનાવવાની ફેક્ટરીમાંથી 160 નંગ નકલી રેમડેસીવીર ઇન્જેક્શન,63હજાર જેટલી ખાલી બોટલ ઉપરાંત 30 હજાર જેટલા નકલી સ્ટીકર સાથે રોકડ રકમ રૂપિયા 74 લાખ આરોપીઓ પાસેથી જપ્ત કર્યા હતા અને હજુ પણ આ અંગેની કાર્યવાહી ચાલુ હોવાનું અને અત્યાર સુધીમાં કુલ 11 આરોપીને ગિરફ્તમાં કારવામાં આવ્યા છે.

આ રાજ્યવ્યાપી કૌભાંડનો પર્દાફાશ કરી મોરબી પોલીસે કુલ ૧,૬૧,૮૦,૮૦૦ .ઇન્જેકશન વેચાણના રોકડા રૂપીયા-૯૦,૨૭,૫૦૦, મોબાઇલ નંગ-૦૯ કી.રૂ. ૧,૫૦,૦૦૦, ખાલી શીશીઓ (વાયલ) ૧૪૩,૧૩૮ કી.રૂ. ૭૫૭,૬૫૬/ પ.શીશીઓને મારવાના બુચનંગ-૬૩,૧૩૮૮ી.રૂ.૧,૮૯,૪૧૪૮, એપલ કંપનીનું લેપટોપ નં-૧ કી.રૂ. ૧,૭૫,૦૦૦/ ૭.ગ્લુકોઝ પાવડર બેગ નગ-૪૦ કી.રૂ.૮,૦૦૦, ઇનોવા કાર કી.રૂ. 8 લાખ સહિતનો મુદામાલ કબ્જે કર્યો છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ આઇપીસી મુજબ ગંભીર કલમો મુજબ ગુન્હો નોંધી આરોપીઓના કોરોના ટેસ્ટ કરાવી ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.

આ સમાચારને શેર કરો