Placeholder canvas

વાંકાનેરમાં પણ પાન-માવાની હોલસેલની દુકાનો ના ખુલ્લી : કાળાબજારની રાવ

અત્યાર સુધી ઊંચા ભાવ વસુલ કર્યા હોય હવે હોલસેલ વેપારીઓને રેગ્યુલર ભાવે વેચાણ કરવાનો જીવ ચાલતો ન હોય પોતાના વેપાર-ધંધા બંધ રાખ્યા હોવાની લોકોમાં ઉઠતી ફરિયાદ

વાંકાનેર : સમગ્ર દેશમાં લોકડાઉન ૪ ના અમલની સાથે ગુજરાત સરકારે વ્યસનની તલપ જઈને પાન-માવા, બીડી, તમાકુ પરનો પ્રતિબંધ ઉઠાવી લીધો હતો. પરંતુ લોકડાઉન દરમિયાન બીડી તમાકુની કાળાબજારી કરતી લોબી પ્રતિબંધ ઉઠાવ્યા બાદ પણ અત્યાર સુધી ઊંચા ભાવ વસુલ કરેલ હોવાથી હવે હોલસેલ વેપારીઓને રેગ્યુલર ભાવે વેચાણ કરવાનો જીવ હાલતો ન હોય પોતાના વેપાર-ધંધા બંધ રાખેલ છે અને ગ્રાહકોને અવનવા બહાનાં બતાવી રહ્યા હોવાની પણ લોકોમાં ફરિયાદ ઉઠી છે. આ મામલે તંત્ર યોગ્ય તપાસ કરે તે જરૂરી છે.

જોકે આ લોકડાઉનમાં પાનની દુકાનો પરનો પ્રતિબંધ ઉઠાવવામાં આવતાં પાન મસાલાની દુકાનો ખોલી નાખવામાં આવી છે. અને રિટેલ વેચાણ ચાલુ કરવાનું શરૂ કરી દેવાયું છે. પરંતુ પાન મસાલાની દુકાનોમાં સીમીત સ્ટોક હોય અને ગ્રાહકોની ભીડ ઉમટતાં એક દિવસમાં દુકાનોમાં માલ ખાલી થઈ ગયેલ પરંતુ હજુ સુધી હોલસેલ વેપારીઓએ પોતાનો વેપાર ચાલુ કરેલ ન હોય નાના ધંધાર્થીઓ માલ વગર દુકાનમાં નવરા ધુપ બેઠેલ જોવા મળે છે. લોકડાઉન દરમિયાન વાંકાનેરના બીડી તમાકુના હોલસેલ વેપારીઓના વાંકાનેર મામલતદાર ઓફિસ દ્વારા તેમનો માલ શંકાસ્પદ રીતે સિલ કરી આપવામાં આવેલ. જોકે લોકચર્ચા મુજબ જે વેપારીઓને માલ સિલ કરેલ તે ફક્ત કહેવા પૂરતો સીલ કરી આપવામાં આવેલ હતો અને મોટાભાગનો માલ ઉંચી કિંમતે કાળાબજારી કરવામાં આવેલ હતો. જેમાં તંત્ર ઉપરાંત રાજકીય વ્યક્તિઓ પણ ભાગમાં સામેલ હોવાની ચર્ચા જાગી છે. લોકડાઉન ખુલતા તંત્રએ સીઝ કરેલ માલ પેપર પર રિલીઝ કરેલ છે પરંતુ તે વેપારીઓ પાસે તમાકુ નો માલ લેવા જાય તો એવું કહેવામાં આવે છે કે માલ ખાલી થઈ ગયેલ છે બે ચાર દિવસમાં કંપનીમાંથી માલ આવ્યા બાદ વેચાણ કરવામાં આવશે તો આ તંત્ર દ્વારા રિલીઝ કરવામાં આવેલ માલ ગયો ક્યાં?

લોકડાઉન દરમિયાન વાંકાનેર મામલતદાર ઓફિસમાં બાગબાન તમાકુ કંપનીના ખાલી ખોખાનો ઉપયોગ ડસ્ટબીન તરીકે થઇ રહ્યો હતો. જે શંકા ઉદભવે છે કે લોકડાઉન દરમિયાન તમાકુ પ્રતિબંધિત હતી તો ખાલી ખોખા મામલતદાર ઓફિસમાં આવ્યા ક્યાંથી? શું તમાકુની કાળાબજારી સેવાસદન થતી હતી? શું થતી લોકચર્ચા સાચી છે કે તમાકુની કાળા બજારીમાં મામલતદાર ઓફિસનો સ્ટાફ પણ સામેલ હતો? જો વાંકાનેર પ્રાંત અધિકારી આ બાબતે યોગ્ય તપાસ કરે તો કરાર આધારિત કર્મચારીઓની ખોરી ટોપરા જેવી નીતિ બહાર આવશે, તેમાં શંકાને કોઈ સ્થાન નથી. વાંકાનેરમાં તમાકુના હોલસેલ વેપાર બંધ હોવાથી ગુજરાત રાજ્ય દ્વારા જે છૂટછાટ આપવામાં આવી છે. તેનો લાભ વાંકાનેરની પ્રજાને નથી મળી રહ્યો. તેથી, મોરબી જીલ્લા કલેકટર આ બાબતે હસ્તક્ષેપ કરી તમાકુની હોલસેલ દુકાન ચાલુ કરાવે અને પ્રજાને કાળાબજારીના ત્રાસથી મુક્ત કરાવે તેવી લોકોમાં માંગ ઉઠી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IV22NoXRwQNENxfHuD1bom

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો