Placeholder canvas

ધોરણ 10ના વિદ્યાર્થીઓની માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર, જાણો કઈ રીતે અપાશે માર્ક્સ

રાજ્યના ધોરણ-10ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર સામે આવ્યાં છે. રાજ્ય સરકારે ધોરણ-10ના વિદ્યાર્થીઓને માસ પ્રમોશન આપ્યા બાદ હવે માર્કશીટ માટેની મૂલ્યાંકન પદ્ધતિ જાહેર કરી છે. જે અંતર્ગત ધોરણ-10નું પરિણામ જૂન મહિનાના અંતમાં જાહેર કરવામાં આવશે.

રાજ્ય સરકારે બનાવેલી 11 સભ્યોની કમિટી દ્વારા ધોરણ-10ના વિદ્યાર્થીઓનું બે ભાગમાં મૂલ્યાંકન કરવામાં આવશે. જે મુજબ માર્કશીટ બનાવતી વખતે ધોરણ 9 અને 10ની સામયિક કસોટીના ગુણ ધ્યાનમાં લેવાશે.

ધોરણ-9ની પ્રથમ, બીજી અને અંતિમ પરીક્ષા સહિત ધોરણ-10ના વર્ષ દરમ્યાન વિદ્યાર્થીઓની ઓનલાઇન હાજરી પણ ધ્યાને લેવાશે. 100 પૈકી 80 ગુણ માટે ધોરણ-9ની સામયિક કસોટી ધ્યાને લેવાશે એટલે કે શાળાકીય કસોટી અને પરીક્ષાઓના આધારે 80 ગુણ આપવામાં આવશે.

જ્યારે કે ધોરણ-9ની બીજી સામયિક કસોટીમાંથી મહત્તમ 20 ગુણ ગણાશે.50 ગુણમાંથી 40 ટકા ગુણ રૂપાંતરિત થશે. ઉલ્લેખનીય છે કે રાજ્ય સરકારે ધોરણ 10ના 8.37 લાખ વિદ્યાર્થીઓને માસ પ્રમોસન આપ્યું છે. માર્કશીટ જૂનના અંત સુધીમાં આપી દેવામાં આવશે.

આ સમાચારને શેર કરો