Placeholder canvas

જંગલેશ્વરમાં કરફયુ હટાવાઇ : પોલીસે મોબાઈલ ATM સહિતની તમામ સુવિધા પૂરી પાડી

રાજકોટ: શહેરના જંગલેશ્વર વિસ્તારમાં કોરોનાના કેસો વધતા પોલીસને કરફયુ લાદવાની ફરજ પડી હતી. પોલીસ દ્વારા જંગલેશ્વરના લોકોની તમામ જરુરિયાતો પૂરી પાડવામાં આવતા લોકો ઘરની બહાર નીકળતા જ ન હતા અને કરફયુ સફળ રહ્યો હતો. જંગલેશ્વરમાં કરફયુ લાદવાનો નિર્ણય લેવાયા બાદ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવા માટે શહેરના પૂર્વ ડીસીપી સુબોધ ઓડેદરા સહિત ત્રણ એસપી કક્ષાના પોલીસ અધિકારીઓને ખાસ ફરજ ઉપર બોલાવવામાં આવ્યા હતાં.

રાજકોટના પૂર્વ ડીસીપી સુબોધ ઓડેદરાએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જંગલેશ્વરમાં છ દિવસનો કરફયુ શાંતિપૂર્વક પસાર થયો હતો. પોલીસ દ્વારા આ વિસ્તારના જ લોકોને સ્વયંસેવક બનાવી લોકોની જરુરિયાત મુજબની ચીજવસ્તુઓ પૂરી પાડી હતી. શાકભાજી અને અનાજ-કરિયાણા ઉપરાંત જંગલેશ્વરના લોકોને પોલીસ દ્વારા બેન્કીંગની સુવિધા પણ પૂરી પાડવામાં આવી હતી.

જંગલેશ્વરના લોકોની નાણાકીય જરુરિયાતો પૂરી કરવા માટે પોલીસ દ્વારા મોબાઇલ એટીએમ સેન્ટર મૂકાવામાં આવ્યું હતું. આ ઉપરાંત અન્ય બેન્કીંગના કામો માટે ફોર્મ સહિતની તમામ જરુરિયાતો પોલીસે જ પૂરી પાડી હતી. જંગલેશ્વરના લોકોની જરુરિયાતો પૂરી થઇ જતી હોવાથી તેઓ સ્વેચ્છાએ જ ઘરની બહાર નીકળતા ન હતા. જંગલેશ્વરમાંથી કરફયુ ઉઠાવી લેવાયા બાદ ચુસ્ત બંદોબસ્ત હજુ ચાલુ જ રાખવામાં આવ્યો છે. છ દિવસના કરફયુ દરમિયાન કોઇ અનિચ્છનીય બનાવ બન્યો ન હતો અને જંગલેશ્વરના લોકોએ પણ પોલીસને સહકાર આપ્યો હતો. પોલીસ દ્વારા આ જ વિસ્તારના લોકોને વોલીએન્ટર બનાવાતા તેઓ જ લોકોની જરુરિયાત જાણી પોલીસ સુધી પહોંચાડતા હતા. જંગલેશ્વરમાં ફરજ બજાવનાર પોલીસ અને તબીબી તથા પેરામેડીકલ સ્ટાફના પણ ટેસ્ટ કરાવાયા હતા.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/D0ZZOKDGKu842lX8XORg28

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો