Placeholder canvas

વાંકાનેર : ઢુવા પાસે કારખાનાના TCમાં શોટ લાગતા યુવકનું મોત

વાંકાનેર : વાંકાનેરની ઢૂંવા ચોકડી પાસે થાંભલામાં શોટ લાગતા એક યુવકનું મોત થયું હતું. આ બનાવ અંગે વાંકાનેર તાલુકા પોલીસ સ્ટેશનમાં નોંધ કરવામાં આવી છે.

વાંકાનેર તાલુકાની ઢૂંવા ચોકડી પાસે આવેલ બેન્જો સીરામીક વિટ્રીફાઇડ સીરામીકના ગેટ પાસે ટી.સી. થાંભલા ઉપર શોટ લાગતા મોમૈયાભાઇ વિભાભાઇ ગાબુ (ઉ.વ. આશરે ૩૫, રહે. મુળ ધોકડવા, તા. ચોટીલા) થાંભલા ઉપર ચોંટી ગયેલ હતા. જેથી, તેનું મૃત્યુ નીપજ્યું હતું. પોલીસે આ બનાવની નોંધ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો