Placeholder canvas

આવતીકાલે લોક ચુકાદો :પાલિકા અને પંચાયતના થશે મત ગણતરી

આવતીકાલે મોરબી જિલ્લાની ત્રણ નગરપાલિકા, પાંચ તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની અલગ અલગ જગ્યાએ થશે મતગણતરી

આવતી કાલે મોરબી,માળીયા અને વાંકાનેર નગરપાલિકા તથા જિલ્લા પંચાયત અને પાંચ તાલુકા પંચાયતની મતગણતરી થશે. ત્યારે ચૂંટણી પરિણામો જાણવા લોકોમાં ભારે ઉતેજના જોવા મળી રહી છે. આવતીકાલે પાલિકા અને પંચાયતની ચૂંટણીમાં નવ સ્થળે મતગણતરી થશે અને બપોર સુધીમાં તમામ પરિણામો આવી જવાની શક્યતા છે.

મોરબી જિલ્લાની સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણી-૨૦૨૧ની આવતીકાલે સવારથી મતગણતરી હાથ ધરાશે જેમાં મોરબી નગરપાલીકા વોર્ડ નં. ૧ થી ૭ની ધી.વી.સી. ટેકનીકલ હાઈસ્કુલ, નગરપાલીકા વોર્ડ નં.૮ થી ૧૩ની પોલીટેકનીકલ ‘A’ બિલ્ડીગ, ઘુંટુ, માળીયા(મી.) નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૬ની આઈ.ટી.આઈ,માળીયા(મી.), વાંકાનેર નગરપાલીકા વોર્ડ નં.૧ થી ૭ ની શ્રી અમરસિંહજી હાઈસ્કુલ, વાંકાનેર ખાતે કરવામાં આવશે.

જયારે મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (મોરબી તાલુકા) તથા મોરબી તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી પોલીટેકનીકલ કોલેજ, ઘુંટુ રોડ મોરબી ખાતે, મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ માળીયા તાલુકા તથા માળીયા તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણના મોડલ સ્કુલ મોટીબરાર, ખાતે, મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (હળવદ તાલુકા) તથા હળવદ તાલુકા પંચાયત મતદાર મંડળ મોડલ સ્કુલ હળવદ ખાતે,મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (ટંકારા તાલુકા) તથા ટંકારા તાલુકા પંચાયત મતદાર મંડળ રૂમ નં.૭, આઈ.ટી.આઈ. રાજકોટ મોરબી હાઈવે ટંકારા ખાતે અને મોરબી જિલ્લા પંચાયત મતદાર મંડળ (વાંકાનેર તાલુકા) તથા વાંકાનેર તાલુકા પંચાયત મતદાર મંડળની મતગણતરી અમરસિંહજી હાઈસ્કુલ વાંકાનેર ખાતે થનાર છે.

વાંકાનેરમાં મત ગણતરી કઈ રીતે થશે

વાંકાનેર નગરપાલિકા, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની થયેલી ચૂંટણીની મતગણતરી આવતીકાલે સવારે નવ વાગ્યાથી અમરસીહજી હાઈસ્કૂલ, સિટી સ્ટેશન રોડ ખાતે શરૂ થશે. નગરપાલિકાને એક-એક વોર્ડની એક પછી એક વોર્ડની ગણતરી થશે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની એક-એક તાલુકા પંચાયતની ગણતરી થશે જે તાલુકા પંચાયતની ગણતરી થતી હશે તેની સાથે એ તાલુકા પંચાયત સાથેની જિલ્લા પંચાયતની સીટની ગણતરી થશે.

આ સમાચારને શેર કરો