Placeholder canvas

વાંકાનેર: જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં બિનહરીફની પરંપરા જળવાશે કે ચૂંટણી થશે?

વાંકાનેર: હાલમાં જમીન વિકાસ બેંકની ચૂંટણી પ્રક્રિયા ચાલી રહી છે, વાંકાનેર જમીન વિકાસ બેંકમાં અત્યાર સુધીમાં કુલ 15 ઉમેદવારોએ ફોર્મ ભર્યા છે. આ ફોર્મ પાછા ખેંચવાની છેલ્લી તારીખ ૧૮મી માર્ચ છે.

જમીન વિકાસ બેંકની ચૂંટણી જાહેર થઇ ને પૂરી થઈ જાય છે તો પણ લોકોને ખબર હોતી નથી, કેમકે આ બેંકના ઇતિહાસમાં વાંકાનેરમાં કયારે ચૂંટણી થઈ નથી, હંમેશા બિનહરીફ થતી આવે છે. ત્યારે આ વખતે કુલ 15 વ્યક્તિઓએ ફોર્મ ભર્યા છે. ત્યારે જોવાનું એ રહે કે ચૂંટણી થશે કે પછી બિન હરીફ થવાની પરંપરા જળવાશે એ તો 18 તારીખ પછી જ ખબર પડશે.

લોકો પાસે જમીન વિકાસ બેંકની વધુ માહિતી નથી હોતી ત્યારે આપને જણાવી દઇએ કે આ જમીન વિકાસ બેંકમાં 6 કમિટી સભ્યોને ચુટવા ના હોય છે, જેમને જમીન વિકાસ બેન્કના 101 ગામમાં રહેલા 4889 સભાસદો ચૂંટી કાઢે છે.

આ વખતની જમીન વિકાસ બેંકની ચૂંટણીમાં ડબલ થી વધુ ફોર્મ ભરાયા છે ત્યારે એવું લાગે છે કે તાજેતરમાં પૂર્ણ થયેલી સ્થાનિક સ્વરાજની ચૂંટણીની કોઇ અસર આ ચૂંટણીમાં પણ દેખાય છે. ત્યારે એ જોવાનું રહ્યું 18 તારીખે કેટલા ફોર્મ પાછા ખેંચ્યા છે અને કેટલા રહે છે. જો બિન હરીફ ન થાય તો ચૂંટણીનો કાર્યક્રમ 18મી માર્ચ બાદ નક્કી કરીને જાહેર કરાશે.

આ સમાચારને શેર કરો