Placeholder canvas

પ્રમુખની પસંદગી: 17મી માર્ચે તાલુકા પંચાયતના પ્રમુખ માટે ચૂંટણી

મોરબી : મોરબી જિલ્લાની મોરબી, માળીયા મીયાણા, ટંકારા, વાંકાનેર અને હળવદ તાલુકા પંચાયતોના પ્રમુખ, ઉપપ્રમુખની ચૂંટણી માટે જિલ્લા વિકાસ અધિકારી દ્વારા અધિસુચના બહાર પાડવામાં આવી છે. અને તા.૧૭ માર્ચના રોજ મોરબી જિલ્લાની તમામ તાલુકા પંચાયતની પ્રથમ બેઠક બોલાવવાનો નિર્ણય કરેલ છે.

મોરબી જિલ્લા વિકાસ અધિકારી દ્વારા તાલુકા પંચાયતના નવા ચૂંટાયેલા તમામ સભ્યોને પ્રથમ મિટિંગના એજન્ડા મોકલી આપેલ છે , જેમાં આગામી તા.17 માર્ચના રોજ તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપ પ્રમુખની ચૂંટણી યોજવા માટેની પ્રથમ બેઠક બોલાવવા જણાવાયું છે. આ અંગેની એજન્ડા તમામ તાલુકા પંચાયતના સભ્યોને મોકલી અપાયેલ છે.

તાલુકા પંચાયતના સભ્યોને પ્રમુખ, ઉપપ્રમુખની ઉમેદવારી માટે નિયત નમુનાના ફોર્મ જે તે તાલુકા પંચાયત કચેરી ખાતેથી મેળવવાના રહેશે અને બે ફોર્મ ભરીને પ્રથમ બેઠકના અગાળના દિવસે એટલે કે તા. ૧૬ના રોજ સવારે ૧૧-૦૦ થી ૨-૦૦ કલાક સુધીમાં ભરીને જે તે તાલુકા વિકાસ અધિકારીને પહોંચતા કરવાના રહેશે. ઉમેદવારી પત્રોની ચકાસણી કચેરીમાં તા.૧૬ના રોજ બપોરે બે કલાકે કરવામાં આવશે.

આ સમાચારને શેર કરો