Placeholder canvas

ઇદ મુબારક: આજે ઇદ-ઉલ-અઝહાની મુસ્લિમ સમાજે કરી ઉજ્જવી

મુસ્લિમ સમાજ દ્વારા આજે ઇદ-ઉલ-અઝહા (બકરી ઇદ)ની કોરોનાના કહેર વચ્ચે ઉજ્જવણી કરવામાં આવી.

કુરબાનીના પર્વ ગણાતા ઇદ-ઉલ-અઝહાનું ઇસ્લામ ધર્મમાં આગવુ મહત્વ રહેલુ છે. આ વખતે કોરોના વાયરસના ફૂંફાડાના પગલે સંક્રમીત દર્દીઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો હોય સાવચેતીના પગલા રૂપે મુસ્લિમ બિરાદરો દ્વારા ભીડથી દૂર રહી ઇદની નમાઝ ઇગાહને બદલે મસ્જીદોમાં જ અદા કરવામાં આવી છે.

ઇદની ખાસ નમાઝ અદા કર્યા બાદ સાવચેતીના પગલારૂપે એકબીજાને ગળે મળવાનું અને હાથ મીલાવવાનુ ટાળવામાં આવ્યું હતુ. માત્ર દૂર રહીને મોઢેથી ઈદની મુબારકબાદી પાઠવવામાં આવી હતી.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે કોરોનાના વાયરસના કહેરના પગલે મુસ્લિમ સમાજ દ્વારા લોકડાઉનને કારણે આખા રમઝાન માસમાં પોતાના ઘરે જ રોઝા રાખી ઇબાદત કરવામાં આવી હતી. જ્યારે આજે ઇદ-ઉલ-અઝહાનું પર્વ મુસ્લિમ બિરાદરો દ્વારા કોરોનાથી બચવા માટેના સાવચેતીના પગલાને અનુસરીને મનાવવામાં આવેલ છે. જેમાં મસ્જીદોમાં ખાસ નમાઝ બાદ કોરોના સામે સલામતી માટેની ખાસ દુઆ પણ કરવામાં આવી હતી.

તમામ મુસ્લિમ બિરાદરોને કપ્તાન પરિવાર તરફથી ઇદ-ઉલ-અઝહાની ખૂબ ખૂબ મુબારક બાદી… ઇદ મુુબારક

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jq8kxzgbA3lAYVUrRB9OJC

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો