Placeholder canvas

ટંકારાના જબલપુરમાં અનોખુ અભીયાન: 800થી વધુ મહિલાઓમાં ઈકોફ્રેન્ડલી પેડનું વિતરણ

ટંકારા: આંતરરાષ્ટ્રીય મહિલા દિવસે જબલપુર ગામના જાગુત યુવાનો અને રોટરી કલબ ગ્રેટર રાજકોટ દ્વારા 800થી વધુ મહિલા પ્લાસ્ટિકના સેનેટરી પેડને બદલે ઈકોફેન્ડલી પેડનો ઉપયોગ કરતી થઈ

By Jayesh Bhatasna -Tankara

ટંકારા ના જબલપુર ગામે ખરા અર્થમાં મહીલા દિવસ ની ઉજવણી કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ 800 થી વધુ મહિલા પ્લાસ્ટિક ના સેનેટરી પેડ ને તિલાંજલિ આપી ઈકોફેન્ડલી પેડ નો ઉપયોગ કરતી થઈ ગુજરાત રાજ્યનુ પ્રથમ ગામ બન્યુ જબલપુર. ગામના જાગુત યુવાનો અને રોટરી કલબ ગ્રેટર રાજકોટ દ્વારા અનોખુ અભીયાન. પરપ્રાંતિય મહિલા મજુરને પણ ખેતરે અને ફેક્ટરીમા મળી પેડની જરૂરી માહીતી અને પેડ આપ્યા હતા.

રોટરી ક્લબ અને જબલપુર ગામના યુવાનો એ મહિલા દિને ગામની 15 વર્ષથી લઇને 40 વર્ષની મહિલાને ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનું વિતરણ કરી આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરી હતી . આ પેડ કપડા ની જેમ ધોઈ રી યુઝ કરી આખુ વર્ષ ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ વાપરી શકશે . પ્લાસ્ટિકના સેનેટરી પેડના વપરાશથી પર્યાવરણને નુકસાન થાય છે અને ગંદકી ફેલાય છે. તે સમસ્યા દૂર થાય અને મહિલાઓનું સ્વાસ્થ્ય પણ સુધરે તે માટે આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. રોટરી ક્લબે જબલપુર ગામમાં અભ્યાસ અને મેડિકલની સુવિધામાં વધારો થાય તે માટે દત્તક લીધું છે. ગામની સરકારી શાળામાં લેબોરેટરી, સ્પોર્ટસના સાધનો અર્પણ કર્યા બાદ મહિલાઓના સારા સ્વાસ્થ્ય માટે આ અભિયાન હાથ ધર્યું છે.

અમદાવાદ ખાસ ઓર્ડર દઇને આ સેનેટરી પેડ બનાવવામાં આવ્યા હતા. કેરળ બાદ આ બીજું અને ગુજરાત રાજ્ય નુ પ્રથમ ગામ ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી બન્યુ. હાલ કેરળમાં ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડનો વપરાશ કરવામાં આવી રહ્યો છે. ત્યારબાદ જબલપુર ગામ હશે જે આખે આખું ડિસ્પોઝેબલ સેનેટરી પેડ ફ્રી થયુ . એક વર્ષ સુધી ઈકો ફ્રેન્ડલી સેનેટરી પેડ આપવામાં આવશે.મહિલાઓનું સ્વાસ્થ્ય સુધરે તે હેતુથી આ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ ને ધરધર સુધી લઈ જવા ગામની શિક્ષકની ટીમના જીતુભાઈ આચાર્ય દેવેન્દ્રભાઈ, જસવંત ભાઈ, શાંતિલાલ કમીટીના અધ્યક્ષ પુષ્પાબેન દિલીપભાઈ સદસ્ય હરેશભાઈ ભાલોડિયા. ગોવિંદભાઈ કામરીયા જીજ્ઞેશ ફેફર. સુરેશભાઈ ગડારા. વલ્લભભાઈ બોડા. રાજકુમાર પ્રાણ મયુર ફેફર સહિત ના ભારે જહેમત ઉઠાવી હતી.

આ સમાચારને શેર કરો