Placeholder canvas

ઉપલેટામાં સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો આવ્યો.

ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ નહીં, લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા.

સૌરાષ્ટ્રમાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. આજે સવારે ઉપલેટામાં ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. સવારે 8.23 વાગ્યે 2.6ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાયો હતો. ભૂકંપથી લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. સવાર સવારમાં ભૂકંપના આંચકાથી લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા. ભૂકંપનું કેન્દ્રબિંદુ ઉપલેટાથી 16 કિલોમીટર દૂર નોંધાયું છે.

ભૂકંપથી કોઈ જાનહાનિ નહીં
ઉપલેટામાં ભૂકંપના આંચકાથી કોઈ જાનહાનિ થઈ નથી. ભૂકંપથી ઉપલેટાની ધરા ધ્રુજી ઉઠતા લોકોમાં ભયનો માહોલ જોવા મળ્યો હતો. ઉલ્લખનીય છે કે, રાજકોટ જિલ્લામાં ભૂકંપના આંચકાનું પ્રમાણ વધ્યું છે. ખાસ કરીને ધોરાજી-ઉપલેટા અને ગોંડલમાં અવારનવાર ભૂકંપના આંચકા અનુભવાય રહ્યાં છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/IS3ejkRhHHm0EZHg22l5RY

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો