Placeholder canvas

વાંકાનેરમા નવા બસસ્ટેન્ડનું ઈ-ખાતમુહૂર્ત કરાયું

વાંકાનેરમાં 4.23 કરોડના ખર્ચે આધુનિક સુવિધાયુક્ત બસ સ્ટેન્ડ આકાર પામશે

વાંકાનેરને રાજ્ય સરકારે નવા બસસ્ટેન્ડની ભેટ ધરી છે આજે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે બસસ્ટૅન્ડનું ઈ – ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ તકે પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા અને સાંસદ મોહનભાઈ કુંડારીયા ઉપસ્થિત રહ્યા હતા.

રાજ્ય સરકાર વાંકાનેરને આધુનિક સુવિધાયુક્ત બસસ્ટેન્ડની ભેટ આપી છે, રૂપિયા 4.23 કરોડના ખર્ચે નિર્માણ થનાર વાંકાનેર એસટી બસ સ્ટેન્ડનું રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે રાજ્યના પશુપાલન અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવાળીયા, મોહનભાઇ કુંડારીયાઅને સ્થાનિક અગ્રણીઓ કેસરીદેવસિંહજી ઝાલા,ધમભા ઝાલા, જિજ્ઞાસાબેન મેર વીગેરે હાજર રહ્યા હતા.

સિવિલ હોસ્પિટલના ડાયાલિસિસ સેન્ટર મુલાકાત લીધી.

વાંકાનેર ગઈકાલે શરૂ થયેલા સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસ સેન્ટરની આજે રાજ્ય સરકારના મંત્રી કુંવરજીભાઈ બાવળીયા અને સાંસદ મોહનભાઇ કુંડારીયાએ મુલાકાત લીધી હતી અને ખૂબ જરૂરી એવી સુવિધા સિવિલમાં શરૂ થઈ તેમને ખુશી વ્યક્ત કરી હતી. તેઓની સાથે સ્થાનિક આગેવાનો કેસરીદેવજી ઝાલા, જીજ્ઞાશાબેન મેર, ધમભા ઝાલા ઉપસ્થિત રહ્યા હતા.

તાલુકા પંચાયતની મુલાકાતે મંત્રી અને એમપી.

સિવિલ હોસ્પિટલની મુલાકાત કુંવરજીભાઈ બાવળીયા અને મોહનભાઈ કુંડારીયા વાંકાનેર તાલુકા પંચાયતની મુલાકાત લીધી હતી અને તાલુકાના પ્રશ્નો સાંભળ્યા હતા. જેમાં કેસરીદેવસીહજીએ એ ખાસ કરીને વાંકાનેર તાલુકામાં પ્રાંત અધિકારી, મામલતદાર, ટીડીઓ અને ચીફ ઓફિસરની જગ્યા ખાલી હોય અહીંયા તાત્કાલિક ખાલી જગ્યા ભરવાની બંને આગળ સમક્ષ રજૂઆત કરી હતી.જ્યારે જિજ્ઞાસાબેન મેરે વાંકાનેર શહેરમાં પાણીના પ્રશ્નની પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળીયા સમક્ષ કરી હતી. જ્યારે ધમભા ઝાલાએ માઁ વાત્સલ્ય કાર્ડ અને આધાર કાર્ડ માટેની રજૂઆત કરી હતી આ બંને આગેવાનોએ આ બધી રજૂઆત સાંભળીને ઘટતું કરવાની ખાતરી આપી હતી.

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

વોટ્સએપ:-
આ ઉપરાંત કપ્તાનના વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/Jse1BNncG9P7UIplHGIPcK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

આ સમાચારને શેર કરો