વાંકાનેર: રાતીદેવળી ગામે ડમ્પર અને CNG રિક્ષાનું અકસ્માત: રિક્ષા સવારનો ચમત્કારિક બચાવ

વાંકાનેર રોડ પર રાતીદેવડી ગામ પાસે આજે સવારે સીએનજી રીક્ષા અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં રિક્ષામાં ડ્રાઇવર સહિત ત્રણ લોકોનો ચમત્કારિક બચાવ થયો છે.

આજે સવારે જડેશ્વર તરફથી આવતું ડમ્પર અને વાંકાનેર તરફથી આવતી અને રાતેદેવડી ગામમાં જતી સીએનજી રિક્ષા વચ્ચે અકસ્માત થયો છે. મળેલી માહિતી મુજબ રાતીદેવડી ગામ પાસે આવીને સીએનજી રીક્ષા ગામમાં જવા માટે વળી હતી ત્યારે સામેથી આવતા ડમ્પરને અડફેટે ચડી ગઈ હતી.

આ અકસ્માત પહેલી નજરે એટલું ભયંકર લાગે અને જાનહાની થયાનો અંદેશો થાય કેમકે સીએનજી રીક્ષા ટોટલ લોસ થઈ ગઈ છે. પરંતુ રીક્ષામાં સવાર બે પેસેન્જર અને ડ્રાઇવર સહિત ત્રણેય વ્યક્તિઓને સામાન્ય ઇજા થઇ છે અને તેનો ચમત્કારિક બચાવ થયો છે. મળેલી માહિતી મુજબ રિક્ષા-ડ્રાઇવરના પગમાં ફેક્ચર થયું હોય તેવું લાવતું હતું.

આ અકસ્માત થયાની જાણ થતા જ ગામમાંથી લોકો મદદે દોડી આવ્યા હતા અને રિક્ષામાં તોડફોડ કરીને બંને પેસેન્જરને બહાર કાઢ્યા હતા જ્યારે રીક્ષાનો ડ્રાઈવર રીક્ષા અને ડમ્પર વચ્ચે સલવાઈ ગયો હતો જેથી ક્રેન બોલાવીને ડમ્પર ઊંચું કરીને તેમને કાઢવામાં આવ્યો હતો બાદમાં ૧૦૮ દ્વારા હોસ્પિટલે ખસેડવામાં આવ્યા હતા.

આ સમાચારને શેર કરો
  • 581
  •  
  •  
  •  
  •  
  •  
    581
    Shares