Placeholder canvas

રાજકોટ: ભાજપ અગ્રણી ઢોલરીયાના નામે પરીક્ષા આપતો ડમી પકડાયો.!!

એ ગ્રેડની સૌરાષ્ટ્ર યુનિ.ની પરીક્ષામાં ચોરી અને ગેરરીતીનો સીલસીલો યથાવત રહેતા યુનિ.ની આબરૂનું ધોવાણ થઈ રહ્યું છે.

યુનિ.ની પરીક્ષામાંથી ચોરી-ગેરરીતીનું દુષણ નાબુદ કરવા માટે યુનિ. દ્વારા અત્યાર સુધીમાં મોટા ખર્ચ સાથે ધમપછાડા કરવામાં આવ્યા પછી પણ આ દુષણ નાબુદ થવાનું નામ નહીં લેતા અનેક પ્રશ્ર્નો ઉઠી રહ્યા છે.
જેમાં હવે ગોંડલમાં તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અને રાજકોટ જિલ્લા ભાજપના પ્રમુખપદના દાવેદાર એવા અલ્પેશભાઈ ગોવિંદભાઈ ઢોલરીયાને ગ્રેજયુએટ થવાના અભરખા જાગતા તેમના નામે બીએ સેમ-1ની પરીક્ષા આપતો ડમી ઝડપાઈ જતા તાલુકાના રાજકારણમાં સનસનાટી મચી જવા પામી છે. તેની સાથે આ વિષય ઉચ્ચ શિક્ષણ જગત અને તાલુકાના રાજકારણમાં ચર્ચાનો વિષય બની ગયો છે.

અહી એ ઉલ્લેખનીય છે કે ગોંડલ તાલુકા ભાજપના પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ ગોવિંદભાઈ ઢોલરીયા જિલ્લા ભાજપના પ્રમુખપદ માટેના દાવેદાર હતા અને તેમના માટે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા જોરદાર લોબીંગ કરી રહ્યા છે. ત્યારે ગોંડલની એમ.બી. આર્ટસ એન્ડ કોમર્સ કોલેજના પરીક્ષા સેન્ટરમાં તેમના નામે પરીક્ષા આપતો ડમી પકડાતા જિલ્લાના રાજકારણમાં ખળભળાટ મચી જવા પામેલ છે.

પ્રાપ્ત વિગતો મુજબ અત્રેની એમ બી કોલેજમાં ચાલી રહેલ બીએની પરીક્ષા માં તાલુકા ભાજપ નાં પૂર્વ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયાને બદલે તેનો ડમી પરીક્ષા આપી રહ્યા ની લેખીત રજુઆત શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજા એ કોલેજ સંચાલકોને કરતાં પરીક્ષાનાં સિનિયર સુપરવાઇઝર સુમનભાઇ પટેલે તપાસ કરી પરીક્ષા ખંડમાં અલ્પેશભાઈ ઢોલરીયાનાં સીટ નંબર પર બેઠેલા ડમીને જડપી લઇ કોપીકેસની કાર્યવાહી કરી હતી.

શહેર કોંગ્રેસ પ્રમુખ બીટુભાઇ જાડેજા એ જણાવ્યું કે દિનેશભાઇ પાતર,ભાવેશભાઇ ભાસા સહીત અમોને અલ્પેશભાઈ ઢોલરીયાને બદલે તેનો ડમી પરીક્ષા આપી રહ્યા ની જાણ થતાં કોલેજ દોડી લેખીતમાં રજુઆત કરી હતી.
બીટુભાઇ જાડેજા એ જણાવ્યું કે અગાઉ નાં પેપર માં પણ ડમી વિદ્યાર્થી બેસાડી ભાજપ અગ્રણી દવારા કરાયેલ ગેરરીતી અંગે સીસી.ટીવી કેમેરાનાં આધારે તપાસ કરી કાયઁવાહી કરવાં અમોએ માંગ કરીછે.ભાજપ નાં જવાબદાર આગેવાન દ્વારા પરીક્ષા માં ગેરરીતિ આચરાઇ હોય તટસ્થ તપાસ કરવા જણાવાયું છે.

ગોંડલ તાલુકા ભાજપ માજી પ્રમુખ અલ્પેશભાઇ ગોવિંદભાઇ ઢોલરીયા બી.એ.સેમિસ્ટર-1ની પરીક્ષા હોય તેમની જગ્યાએ ડમી વિદ્યાર્થી પોતાના સીટ નંબર 122732 બ્લોક નં.2માં બેસાડેલ હોય તો ડમી વિદ્યાર્થી તેમજ તાલુકા ભાજપ માજી પ્રમુખ સામે અગાઉનાં પેપરમાં કોણ બેઠા હતા જેમની સીસીટીવીનાં આધારે તપાસ કરી બંને આરોપીઓ સામે કાયદેસર ફોજદારી રાહે ગુનો દાખલ કરવા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીને લેખીત રજુઆત કરવામાં આવી છે. આ પરીક્ષા બનાવને લઇને મેં ભી ચોકીદાર હું સૂત્ર સાર્થક ન કરી શકતા આ બનાવ ભારે ચર્ચાસ્પદ બન્યો છે.

આ સમાચારને શેર કરો