Placeholder canvas

મોરબી જિલ્લામાં અયોધ્યા ફેસલાને લીધે સઘન સુરક્ષા વ્યવસ્થા ગોઠવાઈ

અયોધ્યાના મામલે આજે સુપ્રીમ કોર્ટમાં ચુકાદાને પગલે સમગ્ર મોરબી જિલ્લામાં જડેસલાક સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. મોરબી જિલ્લામાં હંમેશા કોમી સદભાવનાનો માહોલ રહ્યો છે. જ્યારે અયોધ્યા કેસ ચુકાદા મુદ્દે તકેદારીના ભાગ રૂપે 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ કરવામાં આવી રહ્યું છે. સમગ્ર જિલ્લામાં કડક પોલીસ સુરક્ષા રાખવામાં આવી છે તેમજ એસઆરપીની ટુકડીને સ્ટેન્ડ બાય રાખવામાં આવી છે.

સમગ્ર દેશ માટે સૌથી મોટા મહત્વના અયોધ્યાના મામલે સુપ્રીમ કોર્ટ દ્વારા નિર્ણાયક ચુકાદો આપવામાં આવ્યા છે. આ અયોધ્યાના મામલે ચુકાદાના મામલે સમગ્ર દેશમાં સુરક્ષાના કડક આયોજનો કરવામાં આવ્યા છે. જેના પગલે સમગ્ર મોરબી જિલ્લામાં પણ સુરક્ષા વ્યવસ્થા વધુ સઘન બનાવાઈ છે.

મોરબી શહેર સહિત સમગ્ર જિલ્લામાં 24 કલાક રાઉન્ડ ધ ક્લોક પેટ્રોલીગ કરવામાં આવ્યું છે. અને પોલીસનો ચાંપતો બંદોબસ્ત ગોઠવી દેવાયો છે. આ મામલે જિલ્લા પોલીસ વડા ડો.કરનરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે, અયોધ્યાના ફેસલા મામલે તમામ ધર્મના લોકોએ શાંતિ અને સંયમ રાખવાની ખાતરી આપી છે. તેમજ હાલમાં શાંતિ હોવાનું ઉમર્યું હતું….

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનની મોબાઇલ ઍપ્સ ડાઉનલોડ કરો….. નીચે બ્લુ કલર માં અંગ્રેજીમાં લખેલી લિંક પર ક્લિક કરો અને ડાઉનલોડ કરો મોબાઇલ એપ્સ….

https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો