Placeholder canvas

વાંકાનેર: ઢુવા ચોકડી પાસેથી ડૉ.મુન્નાભાઈ MBBSને એસઓજી ટીમે ઝડપી લીધો

માનવ કલીનીક ચલાવતા બોગસ ડોક્ટર મુન્નાભાઈ એમબીબીએસને ઝડપી લઈને દવાનો જથ્થો જપ્ત કરાયો

રીપોર્ટર શાહરુખ ચૌહાણ વાંકાનેર
વાંકાનેર તાલુકાના ઢુવા ચોકડી નજીક માનવ કલીનીક નામે દવાખાનું ચલાવતા ડીગ્રી વિનાના બોગસ ડોક્ટરને એસઓજી ટીમે ઝડપી લઈને દવાનો જથ્થો અને સાધનો જપ્ત કરવામાં આવ્યા છે.

મોરબી જીલ્લા એસપી એસ આર ઓડેદરાની સુચના હેઠળ મોરબી એસઓજી ટીમ બોગસ મેડીકલ ડીગ્રી ધરાવતા નકલી ડોકટરોને શોધી કાઢવા કાર્યરત હોય દરમિયાન વાંકાનેર તાલુકાના ઢુવા ગામની ચોકડી નજીક માટેલ રોડ પર શક્તિ ચેમ્બરમાં માનવ કલીનીક નામના દવાખાનામાં તપાસ કરતા કોઈપણ સર્ટીફીકેટ કે ડીગ્રી વગર આરોપી કીર્તિ ડુંગર ડોડીયા રહે મૂળ બનાસકાંઠા જીલ્લા હાલ રફાળેશ્વર તા. મોરબી વાળો માનવ કલીનીક નામનું દવાખાનું ચલાવતો હોય જે ઈસમને એસઓજી ટીમે ઝડપી લીધો હતો અને આરોપીના દવાખાનામાં રહેલ દવાનો જથ્થો અને સાધનો સહીત કુલ રૂ ૨૭, ૭૮૨ ની કિમતનો મુદામાલ જપ્ત કરી આરોપી વિરુદ્ધ મેડીકલ પ્રેક્ટીશનર એક્ટ મુજબ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે

આ કામગીરીમાં એસઓજી પીઆઈ જે એમ આલના માર્ગદર્શન હેઠળ રણજીતભાઈ ગઢવી, કિશોરભાઈ મકવાણા, રસિકભાઈ કડીવાર, સબળસિંહ સોલંકી, મુકેશભાઈ જોગરાજીયા, મહાવીરસિંહ પરમાર, સતીષભાઈ ગરચર, ભાવેશભાઈ મિયાત્રા, સંદીપભાઈ માવલા અને પ્રીયંકાબેન પૈજા સહિતની ટીમ જોડાયેલ હતી.

આ સમાચારને શેર કરો