Placeholder canvas

શ્રી નેસડા(ખા) ગામના ઉમિયા ગૌ શાળાના ઢોલ-ત્રાસા મંડળ દ્વારા શહીદ પરિવારને રૂ.1 લાખ અર્પણ

By જયેશ ભટાસણા – ટંકારા
નેસડા(ખા) ગામના ઉમિયા ગૌ સેવા ઢોલ – ત્રાસા મંડળ દ્વારા ગામમાં અનેક સેવાકીય પ્રવુતિઓ થાય છે. આ મંડળ દ્વારા એક દિવસ એવો રાખવામાં આવે છે કે તે દિવસમાં એકઠી થયેલી તમામ રકમ શહીદ પરિવાર ને આપવામાં આવે છે.

આ મંડળ દ્વારા વગાડેલ ઢોલ – ત્રાસાની એક દિવસની રકમ આ વર્ષે 1 લાખ રૂપિયા થયેલી. જે રકમ આજ રોજ સુરેન્દ્રનગરના જિલ્લાના લીલાપુર ગામના વીર શહીદ કુલદીપ પટેલના પરિવાર ને અર્પણ કરી હતી.

ગામના ઉમિયાં ગૌ – સેવા ઢોલ – ત્રાસા મંડળે આ ઉમદા કામગીરી થકી ગામના ગૌરવમાં એક પીછું વધુ ઉમેરી માનવતા મહેકાવી છે. સમસ્ત નેસડા(ખા) ગામ ઉમિયા ગૌ સેવા મંડળ ને શુભેચ્છાઓ પાઠવે છે.

આ સમાચારને શેર કરો