Placeholder canvas

મોરબી: જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને બરતરફ કરવાના હુકમ ઉપર સ્ટે

મોરબી : મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને લાંચ કેસમાં વિકાસ કમિશનરે બરતરફ કરવાનો હુકમ કર્યો હતો. આથી તેઓએ આ આ મામલાને હાઇકોર્ટેમાં પડકાર્યો હતો. જેમાં હાઇકોર્ટે મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોર ચીખલીયાને હોદા પરથી દૂર કરવા હુકમ ઉપર સ્ટે આપી દીધો છે.

મોરબી જિલ્લા પંચાયતના હાલના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયા જે તે વખતે મોરબી જિલ્લા પંચાયતના કારોબારીના ચેરમેન હતા. તે સમયે તેમણે લાંચ માંગી હોવાની ફરિયાદ ઉઠી હતી. તેથી એસીબીએ મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ સામે લાંચ લીધાનો ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી. આ લાંચ કેસમાં કિશોરભાઈ ચીખલીયાએ આગોતરા જામીન મેળવી લીધા હતા. ત્યારે વિકાસ કમિશનરે આ લાંચ કેસમાં મોરબી જિલ્લા પંચાયતના પ્રમુખ કિશોરભાઈ ચીખલીયાને હોદા પરથી દૂર કરવાનો લેખિતમાં આદેશ આપ્યો હતો. આથી વિકાસ કમિશનરે જિલ્લા પંચાયતના પ્રમુખ પદેથી દુર કરવાનો આદેશને કિશોર ચીખલીયાએ હાઇકોર્ટે પડકાર્યો હતો.

ચિખલિયાએ કરેલી પિટિશનની આજે હાઇકોર્ટેમાં સુનાવણી કરાઈ હતી જેમાં હાઇકોર્ટે વિકાસ કમિશનરે આપેલા ઓર્ડર ઉપર સ્ટે આપીને હાલ પૂરતી કિશોર ચીખલીયાને રાહત આપી છે.આમ હવે તેઓ જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે યથાવત રહેશે.

આ સમાચારને શેર કરો