દિલ્હીમાં આપની ભવ્ય જીત: કેજરીવાલે કહ્યું દિલ્હીવાસીઓ I Love You

દિલ્હી વિધાનસભા ચૂંટણીમાં ધમાકેદાર જીત મેળવ્યા પછી આમ આદમી પાર્ટીના સંયોજક અને મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે જનતાનું અભિવાદન કર્યું હતું. આમ આદમી પાર્ટીની જીત પછી દિલ્હી સ્થિત પાર્ટી ઓફિસમાં અરવિંદ કેજરીવાલે ‘ભારત માતા કી જય’નો નારો લગાવતા કહ્યું હતું કે દિલ્હીવાસાઓએ ગજબ કરી દીધું. દિલ્હીવાસી આઈ લવ યું.

અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે આ ફક્ત દિલ્હીની નહીં પણ ભારત માતાની જીત છે. આ નવા પ્રકારની રાજનીતિ છે, બધા દિલ્હીવાસીઓનો આભાર માનું છું. આમ આદમી પાર્ટી પર ત્રીજી વખત વિશ્વાસ કરવા બદલ દિલ્હીવાસીઓનો આભાર.

મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કાર્યકર્તાઓને સંબોધિત કરતા કહ્યું હતું કે આ ભગવાન હનુમાનનો દિવસ છે, જેમણે દિલ્હીના લોકોને આર્શીર્વાદ આપ્યા છે. અમે પ્રાર્થના કરીએ છીએ કે હનુમાનજી અમને યોગ્ય રસ્તો બતાવે જેથી આગામી પાંચ વર્ષો સુધી લોકોની સેવા કરતા રહીએ. કેજરીવાલે કહ્યું હતું કે પરિણામથી દિલ્હીની જનતાએ દેશને સંદેશો આપ્યો, દિલ્હીના લોકોએ મોટી આશા સાથે અમને આટલી સીટો આપી છે. અમે મળીને 5 વર્ષ સુધી ઘણી મહેનત કરીશું.

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •