Placeholder canvas

રસિકગઢ: ઇનાયત ઓઇલ મિલવાળા ગુલાબભાઈ ખોરજીયાનું નિધન

વાંકાનેર: રસીક્ગઢ ગામના અને ઇનાયત ઓઇલ મીલ વાળા ગુલાબભાઈ ખોરજીયાનું આજે બપોરે મેજર હાર્ટ એટેક આવતા નિધન થયું છે.

ગુલામભાઈ આજે બપોરે સુધી વાંકાનેર હતા અને રસિકગઢ ખાતે પોતાના ઘરે જઈને રોજુ રહેલા હોવાથી હાથ-મોં ધોઇને સુવાની તૈયારી કરતા હતા ત્યારે તેમને છાતીમાં દુખાવો થવા લાગ્યો અને તેઓને તાત્કાલિક હોસ્પિટલ લઈ જવામાં આવ્યા પરંતુ હોસ્પિટલે પહોંચ્યા પહેલા જ તેમને એક મેજર હાર્ટ એટેક આવતા તેમનું નિધન થયું છે (તેવો જન્નત નશીન થયા છે.)

ગુલાબભાઈ ખોરજિયાઍ સૌપ્રથમ વાંકાનેરમાં ઇનાયત પ્રોવિઝન સ્ટોર નામે કરીયાણા દુકાન શરૂ કરી હતી, ત્યારબાદ એ જગ્યાએ કરિયાણાની દુકાનમાંથી ઇનાયત ટેલિકોમ મોબાઇલની દુકાન શરૂ કરી હતી. બાદમાં રસિકગઢ ખાતે એનાયત ઓઇલ મિલ શરુ કર્યું અને એકદમ વર્ષ પૂર્વે 27 નેશનલ હાઈવે પર ઇનાયત એન્ટરપ્રાઇઝના નામે પશુ આહારનો આધુનિક પ્લાન્ટ શરૂ કર્યો આ બધા બિઝનેસમાં તેમના પારિવારિક ભાઈઓ સાથે છે તેઓએ રાજકોટમાં પણ મોબાઇલ એસેસરીઝ અને રીપેરીંગની દુકાન છે. આ તમામ વ્યવસાયમાં ગુલામભાઈ પાયાના પથ્થર તરીકે રહેલા છે. તેઓને આજે હાર્ટ એટેક આવતા આ દુનિયા છોડીને જતા રહ્યા છે.

ગુલાબભાઈ ખોરજિયા (ઉંમર આશરે ૪૫ વર્ષ) તેઓ તેમની પાછળ તેમના પત્ની બે પુત્રી અને પુત્રને છોડી ગયા છે. ગુલામભાઈ ખોરજીયાને કપ્તાન પરિવાર ખીરાજ-એ-અકીદત પાઠવે છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/ERzDFIltsj8AOAiKMP27Ua

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો