Placeholder canvas

વાંકાનેર: નેશનલ હાઈવે ચોકડી પાસે બિન અધિકૃત રીતે વાહનોનું પાર્કિંગ બંધ કરાવવાની માંગ

વાંકાનેર: નેશનલ હાઈવે ચોકડી પાસે મોરબી અને ચોટીલા બન્ને સાઇડમાં આડેધડ વાહનોનું પાર્કિંગ કરવામાં આવી રહ્યું છે તેમને તાત્કાલિક બંધ કરાવવાની વાંકાનેર શહેર પી.આઇ સમક્ષ ભાજપના અગ્રણી અશરફભાઈ બાદીએ લેખીત માંગણી કરી છે.

આ બાબતે અશરફભાઈ બાદી એ શહેર પોલીસ થાણા અધિકારીને પત્ર પાઠવીને જણાવ્યું છે કે વાંકાનેર શહેર થી ભાટીયા સોસાયટી કે ચંદ્રપુર તરફ જવાના બંને સર્વિસ રોડમાં હાલમાં ગટરનું કે વરસાદનું પાણી ભરેલું રહેતું હોવાથી નેશનલ હાઈવે પર વાહનો કે રાહદારીઓને પસાર થવું પડે રહ્યું છે. ત્યારે અહીંયા ચોટીલા-બાઉન્ટ્રી અને મોરબી પાટા પર પેસેન્જરના ફેરા ફરતા વાહનો તેમજ અન્ય વાહનોનું પાર્કિંગ બિન કાયદેસર રીતે કરવામાં આવી રહ્યું છે. જેમના કારણે હાઈવે ઉપરથી પસાર થવું મુશ્કેલ ભર્યું બની રહ્યું છે. જેથી લોકોની સગવડતા માટે અહીં વાહનોનું પાર્કિંગ બંધ કરાવવાની માંગણી કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર નેશનલ હાઈવે ચોકડી પર તાજેતરમાં જ બે મોટા એકસીડન્ટ થયા હતા જેમાં એક વ્યક્તિનું મોત થયું હતું. આમ છતાં પોલીસ આ બંને સાઈડમાં અને ચોકડી પાસે પાર્ક કરતા વાહનો પોલીસને કેમ દેખાતા બથી ? ચોકડી પાસે આડેધડ વાહન પાર્કિંગ કરવામાં આવી રહ્યા છે જેમના કારણે એક્સિડન્ટ થવાની શક્યતાઓ વધુ રહે છે. આમ છતાં વાંકાનેર શહેર પોલીસ હરકતમાં આવતી નથી, ત્યારે લોકોમાં એવી ચર્ચા થઈ રહી છે કે પોલીસ અહીં પાર્ક કરાતા વાહનોને સામે કેમ ઢીલી નીતિ રાખી રહ્યું છે? શું પોલીસ હજુ પણ વધુ લોકોનો ભોગ લેતા એક્સિડન્ટનો જોવા માંગે છે?

વાંકાનેર શહેર પોલીસ જો આ બાબતે હરકતમાં નહીં આવે તો તેમની સામે ચંદ્રપુર – ભાટીયા સોસાયટીના રહીશો અને એ વિસ્તારમાં વ્યવસાય કરતા વ્યવસાયકારો વાંકાનેર શહેર પોલીસની ઢીલી નીતીની ઊંચ કક્ષાએ રજૂઆત કરશે અને જરૂર પડીએ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે.

આ સમાચારને શેર કરો