Placeholder canvas

વાંકાનેર થી લજાઈ સ્ટેટ હાઈવેનું રિસર્ફેસ કામ કરવાની જાહીરઅબ્બાસ શેરસીયાની રજૂઆત

વાંકાનેર થી લજાઇગામ સુધી સ્ટેટ હાઇવે રોડની રેસર્ફેશ કામ કરવાની રાતીદેવડી જિલ્લા પંચાયતના સદસ્ય જહીરઅબ્બાસ શેરસીયાએ રાજ્યના માર્ગ અને મકાન મંત્રીને લેખિતમાં રજૂઆત કરી છે.

જહીર અબ્બાસ શેરસીયાએ માર્ગ અને મકાન મંત્રીને લેખિતમાં જણાવ્યું છે કે વાંકાનેર થી લજાઈ ગામ સુધીનો સ્ટેટ હાઇવે એ વાંકાનેરને મોરબી-રાજકોટ સ્ટેટ હાઈવે સાથે જોડતો રોડ છે. જે રોડ અંદાજે 6 વર્ષ જેટલો સમય થયો ત્યારે કામ થયેલ, આ રસ્તો ખુબ ખરાબ થયેલ હોય વાહનો ચલાવવામાં ખુબજ મુશ્કેલી થતી હોય, અકસ્માત થવાનો પણ ભય રહે છે. આ રસ્તા ઉપર સુપ્રસિધ જડેશ્વર માહાદેવનુ મંદીર આવેલ છે જેથી આ રોડ પર ધાર્મિક દર્શાનાર્થી મોટા પ્રમાણમા આવતા હોય છે. તેમજ મોરબી ત્થા જામનગર સુધી અવર જવર માટેનો સ્ટેટ હાઈવે રોડ હોય તો આ રસ્તાને તાત્કાલીક રિ-સરફેશ ડામર કામ કરવા રાજ્યના માર્ગ અને મકાન મંત્રીને 25મી ઓગસ્ટે લેખિત રજૂઆત કરી હતી.

ઉપરોક્ત રજૂઆતના અનુસંધાને રાજ્યના પૂર્વ માર્ગ અને મકાન મંત્રી અને નાયબ મુખ્યમંત્રી નીતિનભાઇ પટેલના અંગત મદદનીશએ રાજ્યના માર્ગ અને મકાન વિભાગના સચિવને આ રજુઆત અનુસંધાને તાંત્રીક અભિપ્રાય સહ અહેવાલ રજૂ કરવા લેખિતમાં તારીખ 3જી સપ્ટેમ્બરે જણાવ્યું હતું.

એ દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ રાજીનામું આપ્યું અને ગુજરાતમાં મુખ્યમંત્રી બદલાતા નવા મુખ્યમંત્રી પાર્ટીની “નો રિપીટ” થિયરીને અનુસરીને તમામ મંત્રીઓને બદલીયા છે, ત્યારે હવે માર્ગ અને મકાન મંત્રી તરીકે નીતીનભાઇ પટેલ નહીં પણ તેમની જગ્યાએ પૂર્ણેશ મોદી આવ્યા છે. ત્યારે જહિર અબ્બાસ શેરસીયાની રજૂઆત અનુસંધાને થયેલી કાર્યવાહી આગળ વધે છે કે કેમ તે જોવાનું રહ્યું, આ બાબતે જહીર અબ્બાસ શેરસીયાના પીતા યુસુફભાઈ શેરસીયા સાથે વાત કરતા તેઓએ જણાવ્યું હતું કે ભલે મંત્રી બદલાયા છે પણ એ ભાજપના જ છે. ટૂંક સમયમાં જ આ રસ્તાને રિસર્ફેસ કામ કરવાની મંજૂરી મળી જશે એવો મને સંપૂર્ણ વિશ્વાસ છે.

અત્રે એ પણ ઉલ્લેખનીય છે કે આ રસ્તો ઘણા સમયથી એટલી હદે ખરાબ થઇ ગયો છે કે ‘રસ્તામાં ખાડા છે, કે ખાડામાં રસ્તો’ એ જ ખબર પડે તેમ નથી.! અહીંથી પસાર થવું મારે પીડાદાયક બની ગયું છે. ત્યારે આ વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યને આ બાબત ધ્યાનમાં આવતા તેઓએ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને રજૂઆત કરી હતી. જો આ રસ્તો બની જાય તો લોકોને ખૂબ રાહત મળશે. (રોડ ફોટો:- સિકંદર શેખ)

આ સમાચારને શેર કરો