Placeholder canvas

તીથવા: અતિવૃષ્ટિના કારણે ખેતીમાં થયેલ નુકશાનીનું તાત્કાલિ વળતર આપવાની માંગ

આજ રોજ તીથવા ગામ ના લોકો દ્વારા અતિવૃષ્ટિ ના કારણે થયેલ પાક નુકશાન ને લઇ ને પ્રાંત અધિકારી ને આવેદન આપવામાં આવ્યું હતું. આ આવેદન અનુસાર આ વર્ષે ગુજરાત માં વરસાદ અતિ પડ્યો હોવાથી પાક ને અનહદ નુકશાન થયેલ છે જેમાં તીથવા ગામ માં સૌથી વધારે નુકશાન થયેલ છે

તીથવા ગામ એ નીચાણવારા વિસ્તાર માં આવતું હોવાથી અહીંયા પાણી નો ભરાવો રહે છે અને વાડીઓ માં હજુ પણ પાણી ભરેલ છે.તીથવા ગામ ના ગ્રામ જનો દ્વારા આજ રોજ થયેલ પાક ના નુકશાન નું વીમા કંપની દ્વારા સર્વે કરવામાં આવે અને તાત્કાલિક 15 દિવસ માં વળતર આપવા માં આવે એવી રજુઆત કરવા માં આવી હતી .તથા જે લોકો એ વીમો ભર્યો નથી એ લોકો દના પાક ને થયેલ નુકશાન નું સરકાર દ્વારા સર્વે કરવામાં આવે અને પૂરતું વળતર આપવા માં આવે એવી રજુઆત આ આવેદનમાં કરવાં આવી છે.

ઝડપથી સમાચાર અને વિશેષ માહિતી મેળવવા માટે કપ્તાનના વોટસએપ ગૃપમા જોડાવો…. જોડાવા નીચેની લિંક કલિક કરો…

https://chat.whatsapp.com/JTukGTBOKkj18msYkDWf3d

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક, ફોલો અને સબ્સ્ક્રાઇબ કરી શકો છો.…

આ સમાચારને શેર કરો