Placeholder canvas

મોરબી જિલ્લાના આરોગ્ય કર્મીઓને આપવાના બાકી આર્થિક લાભો તાત્કાલી ચૂકવી ચુકવવાની માંગ…

મોરબી : મોરબી જિલ્લા વિવિધલક્ષી આરોગ્ય કર્મચારી (પુ.) મંડળ દ્વારા વિવિધ પડતર પ્રશ્નો બાબતે મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીને સંબોધીને જિલ્લા પંચાયતનાં અધિકારીઓ અને પદાધિકારીઓને આવેદન પત્ર આપવામાં આવેલ છે.

આ આવેદન પત્રમાં મોરબી જિલ્લામાં પંચાયત સેવા હેઠળના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ હસ્તકના વર્ગ-3ના મલ્ટી પર્પઝ વર્કર (પુ.) અને મલ્ટી પર્પઝ હેલ્થ સુપર વાઇઝર (પુ.) કર્મચારીઓની પડતર માંગણીઓ પૂરી કરવા અપીલ કરવામાં આવી છે.

વર્ષ ઓગસ્ટ 2019ના રોજ નિયમીત નિમણુક પામેલ 9 મલ્ટી પર્પઝ હેલ્થ વર્કર (પુ.) કર્મચારીઓને સાડા ચાર મહીનાનું ફુલ પગારનું એરીયસ જે આજ દિન સુધી ચુકવેલ નથી. તેમજ છેલ્લા બે વર્ષથી વધુ જેવો સમયગાળો થઈ ગયો હોવા છતાં તમામ કર્મચારીઓના આજ દિન સુધી ટી.એ., ડી.એ. ચુકવેલ નથી. વધુમાં, ગત વર્ષમાં મોંઘવારી ભથ્થુ સરકાર દ્વારા જાહેર કરેલ હતું. પરંતુ કોરોના જેવી ગંભીર મહામારીના કારણે જે તે સમયે સરકાર દ્વારા આ ભથ્થુ સ્થગીત કરવામાં આવેલ હતું. જેમાંથી ત્રણ મહીનાનું નાયબ મુખ્યમંત્રી નીતીનભાઈ પટેલ દ્વારા આ દિવાળીના તહેવાર પહેલા તમામને ચુકવવા માટેનો આદેશ થયેલ હોવા છતાં આજદીન સુધી ચુકવાયેલ નથી.

આ સમાચારને શેર કરો