Placeholder canvas

મોરબી: તબલિગી જમાત અને તેના મરકઝ ઉપર પ્રતિબંધ ફરમાવવાની સૈયદ અબ્દુલરશીદ મિયા હાજી મદનીમિયા બાપુની માંગ

મોરબી : દિલ્હીના નિઝામુદિનમાં તબલિગી જમાતના ધાર્મિક કાર્યક્રમના કારણે કોરોના ફેલાવાની ઘટના બન્યા બાદ આ જમાત તેમજ તેના મરકઝ તથા મદરેશાઓ ઉપર પ્રતિબંધ ફરમાવવાની માંગ સાથે સુન્ની મુસ્લિમ સમાજના વડાએ જિલ્લા કલેકટરને રજુઆત કરી છે. સાથે તેઓએ જવાબદાર વિરૂદ્ધ પગલાં લેવાની પણ માંગણી ઉઠાવી છે.

મોરબી સુન્ની મુસ્લિમ જમતના શહેર ખતીબ સૈયદ અબ્દુલરશીદ મિયા હાજી મદનીમિયા બાપુએ જિલ્લા કલેકટરને રજુઆત કરીને જણાવ્યું હતું કે દેશભરમાં કોરોના વાયરસને ફેલાવવા માટે માનવ બોમ્બ સમાં બનેલા દિલ્હીના તબલિગી જમતના મરકઝને બંધ કરીને તેના ઉપર પ્રતિબંધ લગાવીને જવાબદારો સામે કડક પગલા ભરવામાં આવે. હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસ જેવી મહામારીની ચપેટમાં છે. જેમાંથી આપણો ભારત દેશ પણ બાકાત નથી. ત્યારે સુન્ની મુસ્લિમો આ લોકડાઉનને પૂરો સાથ અને સહકાર આપવાની બાહેંધરી આપે છે.

રજુઆતમાં વધુ જણાવાયું હતું કે ગત તા. 30 માર્ચના રોજ દિલ્હી સ્થિત તબલિગી વ્હાબી જમાત્મા મરકઝમાં દેશ-વિદેશના કોરોના વાયરસ સંક્રમિત 2300થી વધુ લોકોનો જમાવડો કરીને જાહેર જનતાની જાન સાથે ચેડા કરી માનવતા વિરૂદ્ધ કોરોના વાયરસ સંક્રમણનો ખતરો ઉભો કરવામાં આવ્યો છે. આવા અમાનવીય કૃત્ય પાછળ કોઈ દેશ વિરોધી મનશા તો નથી ને? તે પણ એક તપાસનો વિષય છે. કારણકે પાછલા 100 વર્ષથી વ્હાબી તબલિગી જમાતનો ઇતિહાસ પણ દેશ વિરોધી રહ્યો છે. જેઓ હિન્દુસ્તાનની આઝાદીની લડાઈમાં અંગ્રેજોની સાથે હતા. તેનો ઇતિહાસ ગવાહ છે. હાલની તકે વિદેશથી આવતા લોકો અને વિદેશી નાણાકીય ફંડની પણ ઊંડી તપાસ થવા પાત્ર છે.

આ વ્હાબી પંથની વિચારધારા ધરાવનાર તબલિગી જમાતને હઝરત નિઝામુદિન ઔલિયા સાથે કોઈ લેવા દેવા નથી. અને તેઓ સુન્ની, સૂફી કે બરેલવી વિચારધારા જે સબકા ભલા સબકી ખૈર છે તેનાથી તદ્દન વિરૂદ્ધ એવી વ્હાબી તબલિગી કટ્ટરપંથી વિચારધારા ધરાવે છે. જેથી આવા સંગઠનો ઉપર પ્રતિબંધ લગાવવામાં આવે તેવી માંગ છે. તેમ રજુઆતમાં અંતમાં જણાવાયું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BpI50rclQ7pKOwanKlNxEj

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો