Placeholder canvas

અમદાવાદ જ નહીં, હવે તો વડોદરા-રાજકોટ-સુરતમાં પણ શનિ-રવિમાં દિવસના કર્ફ્યૂ આવી શકે…

ગુજરાતનાં ચાર મહાનગરમાં હાલ કર્ફ્યુ રાત્રિ દરમિયાન છે, પરંતુ રાજ્યમાં કોરોનાની વણસતી સ્થિતિને જોતાં સરકાર અમદાવાદ ઉપરાંત વડોદરા, રાજકોટ અને સુરતમાં શનિ-રવિમાં દિવસનો કર્ફ્યૂ લાદવા વિચારી રહી છે. કોરોના સંક્રમણ વધશે તો ચારેય મહાનગરમાં શનિવાર અને રવિવારના દિવસે, એટલે કે સપ્તાહાંત દરમિયાન દિવસનો કર્ફ્યૂ અમલી બનાવાશે.

તદુપરાંત સોશિયલ ડિસ્ટન્સિંગનો મોટે પાયે ભંગ થતો જોવા મળે છે તેવા પાનના ગલ્લા, ચાની કીટલી, નાસ્તા અને પાણીપૂરીની લારી તેમજ સ્ટ્રીટ ફૂડનાં આઉટલેટ્સ પર પણ સદંતર પ્રતિબંધ મુકાઈ શકે છે. હાલ આ મુજબની સત્તાવાર જાહેરાત કરાઇ નથી, પરંતુ ગુરુવારે મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાનારી કોર કમિટીની બેઠકમાં આ અંગે નિર્ણય લેવાઇ શકે છે. દરમિયાન રાજ્યના ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પંકજકુમારે કહ્યું છે કે રાજ્યમાં ફરી લૉકડાઉનના સોશિયલ મીડિયામાં ચાલી રહેલા સમાચાર ખોટા છે અને સરકારની આવી કોઈ વિચારણા નથી.

કોરોના નિયંત્રણમાં ન આવે ત્યાં સુધી રાત્રિ કર્ફ્યૂ
મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે કોરોના સંક્રમણ અટકાવવા રાજ્ય સરકારે ત્વરિત પગલાં ભર્યાં છે, જેના ભાગરૂપે કોરોનાના કેસ વધવાની સાથે સૌથી પહેલા અમદાવાદ શહેરમાં વીકએન્ડ કર્ફ્યૂનો અમલ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત વડોદરા, સુરત અને રાજકોટમાં પણ રાત્રે 9થી સવારે 6 સુધી નાઈટ કર્ફ્યૂ લગાવવામાં આવ્યો છે, જે પરિસ્થિતિ નિયંત્રણમાં નહીં આવે ત્યાં સુધી ચાલુ રાખવામાં આવશે. રાજ્યમાં લગ્નો અને જાહેર સમારોહમાં પણ સંખ્યા 200થી ઘટાડીને 100 કરવામાં આવી છે, જ્યારે અંતિમવિધિમાં 50 લોકોને સામેલ થવાની મંજૂરી આપવામાં આવી છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો