Placeholder canvas

ટંકારાના હમીરપર ગામે વીજળી પડતા ગાયનું મોત

By જયેશ ભટાસણા – ટંકારા
ટંકારા : ટંકારાના હમીરપર ગામે વીજળીના કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો છે. આ દરમિયાન વીજળી પડવાથી એક ગાયનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

ટંકારાના હમીરપર ગામે રહેતા રવજીભાઈ બીજલભાઈ ફાંગલીયાનો બસ સ્ટેન્ડ પાસે વાળો આવેલ છે. આ વાળામાં તેઓએ ગાય રાખી છે. આજે સાંજે વરસાદ આવ્યો ત્યારે વીજળી પડવાથી આ ગાયનું મોત નીપજ્યું છે. રવજીભાઈના જણાવ્યા મુજબ આ ગાય રોજનું 15 લીટર દૂધ દેતી હતી. ઉપરાંત તેને ગર્ભ પણ હતો.

બનાવ અંગે વહીવટી તંત્રને જાણ થતાં તાલુકા વિકાસ અધિકારી હર્ષવર્ધન જાડેજા, નેકનામ ઓપી જમાદાર બલોચભાઈ પશુ આરોગ્ય કેન્દ્રના ડો. ભાડજા સહિતના નોધ કરી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.

વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે:-https://chat.whatsapp.com/FQTfpgj5vPdLBPWtZn0YKh

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ, સિગ્નલ અને ઇન્સ્ટાગ્રામ મા પણ જોડાઈ શકો છો…

મોબાઈલ એપ્સ
ઝડપથી સમાચાર મેળવવા માટે play storeમાં જઈને કપ્તાનની મોબાઇલ એપ્સ ડાઉનલોડ કરો… નીચેની લિંક પર ક્લિક કરીને પણ ડાઉનલોડ કરી શકાશે…
https://play.google.com/store/apps/details?id=in.co.kaptaan.kaptaannews

આ સમાચારને શેર કરો