Placeholder canvas

હાર્દિક પટેલ અને ધારસભ્ય લલિત વસોયા સામે કોર્ટે વોરંટ ઇસ્યુ કર્યું

By Jayesh Bhatasna -Tankara

પાસા કન્વીનર હાર્દિક પટેલ, મહેશ રાજકોટિયા લલીત વસોયા લલિત કગથરા વરૂણ પટેલ રેશમા પટેલ ગિતાબેન કિશોર ચિખલિયા દિલિપ સાંભવા નિલેશ એરવાડીયા અક્ષય પટેલ ઝખરો સહિત 34 સામે ટંકારા મા 9/4/17 ના રોજ મંજૂરી વગર સભા કરતા જાહેેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો જે કેસ કોર્ટમાં ચાલી જતા કોર્ટમાં એક સમયે સાથી દારો ને હાલ ભાજપ કોગેસ એનસિપી ને અન્ય પક્ષ ના હોદેદારો હાજર રહ્યા હતા જોકે હાર્દિક પટેલ લલિત વસોયા મનોજ કાલરીયા અને અમિત ઠુમ્મર હાજર રહ્યા ન હતા જોકે નામદાર કોર્ટે તેની સામે બીન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવી શકે છે. જે કોટ ની કાર્યવાહી ના અંતે ખબર પડશે.

વર્ષ 2017 માં ટંકારા લક્ષ્મી નારાયણ સોસાયટી મા યોજાયેલ પાસની સભા મંજુરી ન હોવા છતા યોજી હતી જેમા પોલિસે હાર્દિક સહિત 34 સામે સભા પત્યા પછી ટંકારામાં જાહેરનામાના ભંગનો ગુનો નોંધાયો હતો જે કેસમા આજે મુદત હોવાથી ગીતાબેન પટેલ, રેશમા પટેલ, વરૂણ પટેલ, લલીત કગથરા, કિશોર ચીખલીયા મહેશ રાજકોટિયા દિલિપ સાંભવા નિલેશ એરવાડીયા સહિતા 27 લોકો હાજર રહ્યા હતા જો કે, પાસા કન્વીનર હાર્દિક પટેલ, લલીત વસોયા, મનોજ કાલરીયા. અમિત ઠુમ્મર સહિત ના આરોપી હાજર રહ્યા ન હતા જેથી કરીને કોર્ટ દ્વારા બીન જામીન પાત્ર વોરંટ ઇશ્યુ કરવામાં આવે તો નવાઈ નહી જેને લઇ મોરબી જીલ્લામાં રાજકીય ગરમાવો આવી ગયો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે ટંકારામા દિગજ નેતા કોટ મા હાજર થતા લોકો ના ટોળા તેમને જોવા બહાર ઉમટી પડ્યા હતા અને એક સમયે સાથી મિત્રો રહેલા હાલ જુદા જુદા પક્ષ સાથે જોડાયેલા એક બિજા થી દુરી દેખાડતા નજરે પડ્યા હતા.

આરોપી ના વકીલ તરીકે મુકેશ બારૈયા એ કેસ પાછા ખેંચાયા ના કાગળો રજુ કર્યા હતા પરંતુ સરકારી મહિલા વકીલ પિ. એસ. જોષી એ કાગળો ખરી નકલ ન હોય તો આ ઝેરોક્ષ કોપી માન્ય ન રાખી શકે ની દલીલ કરી હતી જે નામદાર કોર્ટે માન્ય રાખી નવી તારીખ સુધી ખરી નકલ રજુ કરવા જણાવ્યું હતું. સાથે જેણે ગુનો કબુલ કરી દંડ ભરી દેવો હોય તેને પણ જણાવ્યું હતું

આ સમાચારને શેર કરો