Placeholder canvas

આ વર્ષે કપાસનું વાવેતર ઘટશે અને મગફળીનું રેકોર્ડબ્રેક વાવેતર થશે

રાજકોટ: ગુજરાતમાં ખરીફ પાકોનાં આગોતરા વાવેતર ચાલુ થઈ ગયાં છે અને ખાસ કરીને શરૂઆતનાં તબકકામાં હાલ કપાસ અને મગફળીનાં વાવેતર ચાલુ થયા છે. મગફળીનાં વાવેતરમાં ગત વર્ષની તુલનાએ વધારો જોવા મળ્યો છે. જ્યારે કપાસનું વાવેતર ઘટયુ છે. મકાઈ, એરંડા તુવેર તલી કઠોળ વગેરેનાં વાવેતર પણ વધશે.


ગુજરાત સરકાર ચાલુ ખરીફ સિઝનનાં આજે પ્રથમ વાવેતરનાં આંકડાઓ જાહેર કરવામાં આવ્યા હતા. જે મુજબ રાજયમાં પહેલી જૂન સુધીમાં તમામ ખરીફ પાકોનું વાવેતર કુલ 32700 હેકટરમાં થયું છે, જે ગત વર્ષે 17698 હેકટરમાં થયું હતું. જે ગત વર્ષની તુલનાએ 85 ટકાનો વધારો બતાવે છે.

ખરીફ પાકોનાં વાવેતરમાં ચાલુ વર્ષે ખેડુતોનો ઝોક મગફળી ઉપર જ વધારે રહ્યો છે. મગફળીનું આગોતરુ વાવેતર આ વર્ષે આજ સમયે માત્ર 1300 હેકટરમાં થયું હતું. જે આ વર્ષે 13920 હેકટરમાં થયું છે. આમ ગત વર્ષની તુલનાએ 10 ગણો જેવો વધારો થયો છે.

મગફળીનાં સારા ભાવ અને સરકાર દ્વારા પણ ગત વર્ષે મોટી ખરીદી કરવામાં આવી હોવાથી આ વર્ષે પણ ખેડૂતો મગફળી તરફ વળ્યાં છે. જેની મોટી અસર કપાસના વાવેતર ઉપર જોવા મળી રહી છે. જેને પગલે કપાસનું આગોતરુ વાવેતર પણ ગત વર્ષની તુલનાએ ચાર ટકા ઘટયું છે.

કપાસમાં છેલ્લે આવતી ગુલાબી ઈયળ અને આ વખતે કપાસ વેચવામાં ખેડુતોને ભારે તકલીફ પડી છે, યાર્ડમાં નીચા ભાવે કપાસ વેચાતો હોવાથી તેમજ cci ઍ ગ્રેડનો જ કપાસ ખરીદતી હોવાથી ખેડૂતોને માથે હાથ દઇને રોવાનો વારો આવ્યો છે. આજે ખેડૂત પાસે બિયારણ ખરીદવા માટે પૈસા નથી, જેથી કપાસ જે ભાવમાં વેચાય તે ભાવમાં વેચવા માટે ખેડૂત મજબૂર બન્યો છે. તેમજ ચાલુ વર્ષે કોરોના ના કારણે મજૂરો જતા રહ્યા છે જેથી ખેતીના કામમાં મજૂરોની તકલીફ રહેશે આવા બધા કારણોસર ખેડૂતો કપાસ છોડીને મગફળી તલી એરંડા તેમજ કઠોળ જેવા અન્ય પાકો તરફ વળ્યા છે. વેપારીઓના જણાવ્યા મુજબ હાલમાં કપાસના બિયારણ ની કોઈ ડિમાન્ડ દેખાતી નથી વાંકાનેર તાલુકા ની વાત કરીએ તો આ વર્ષે કપાસના વાવેતરમાં બહુ મોટો ઘટાડો આવશે તેવું લાગી રહ્યું છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો