Placeholder canvas

વાંકાનેર: માર્કેટિંગ યાર્ડમાં કપાસની ઉતરાઇ આજે 11 વાગ્યાથી બંધ કરી દીધી…!!!

વાંકાનેર માર્કેટિંગ યાર્ડમાં કપાસની ઉતરાઇ આજે 11:00 થી બંધ કરી દેવામાં આવી છે.

વાંકાનેર માર્કેટિંગ યાર્ડના સેક્રેટરી ચૌધરીએ એક યાદીમાં જણાવ્યું છે કે સતત વરસાદની આગાહી હોય તેમજ કપાસની આવક વધુ હોય જેથી ખેડૂતોનો માલ બગડે નહીં તે હેતુથી નવી જાહેરાત ન થાય ત્યાં સુધી આજે સવારના 11:00 વાગ્યાથી કપાસની ઉતરાઇ બંધ કરવામાં આવી છે.

આજે વાંકાનેર માર્કેટિંગ યાર્ડ કપાસને ઉતરાઇ બંધ કરવાનો નિર્ણય લીધો છે આ નિર્ણયની મીડિયાને જાણ કરતો સવારે ૧૦:૨૯ વાગ્યે વોટ્સઅપના માધ્યમથી પત્ર મોકલવામાં આવ્યો, તેમાં ઉપરોક્ત વિગતનો ઉલ્લેખ છે. આજે સવારે 11:00 વાગ્યાથી ઉતરાઇ બંધ કરી દેવામાં આવશે તેવું સ્પષ્ટ લખેલ છે. ત્યારે સવાલ એ થાય છે કોઈ ખેડૂત 11 વાગ્યા પછી પહોંચે અને તેમને એપીએમસીએ લીધેલા નિર્ણયની જાણ ન હોય ત્યારે તેમને કપાસ ઉતારવા દેવામાં ન આવે તે કેટલા અંશે વ્યાજબી છે ? શું એપીએમસી આવા નીર્ણયો એક દિવસ અગાઉ નથી લઈ શકતું ? આવા નિર્ણયથી ખેડૂતોને આર્થિક બોજ અને હેરાન કરતા નિર્ણય એપીએમસી શા માટે લઈ રહ્યું છે ? એપીએમસી એક દિવસ અગાઉ આવો નિર્ણય જો એક દિવસ લીએ તો ખેડૂતોને આ નિર્ણયની જાણ થાય અને ખેડૂતોને ડબલ ભાડા ભરવા ન પડે, ખેડૂતોનો માલ ન બગડે આવા ઉમદા હેતુથી લેવાયેલા નિર્ણયમાં આ નિર્ણયથી અજાણ ખેડૂતોને ડબલ ભાડું ન ભરવું પડે એમનો કેમ ખ્યાલ રાખવામાં આવતો નથી ?

અત્રે ઉલ્લેખનીય છે કે વાંકાનેર એપીએમસીમાં ચેરમેન, વાઇસ ચેરમેન તેમજ સેક્રેટરી પદે શિક્ષિત અને યુવા ખેડૂત પુત્રો સેવા આપી રહ્યા છે ત્યારે ખેડૂતોને તેમની પાસે વિશેષ અપેક્ષા હોય એ સ્વભાવિક છે, ત્યારે આવા ‘ફટાફટ નિર્ણય’ ખેડૂત હિતમાં હરગીજ નથી.

આ સમાચારને શેર કરો