Placeholder canvas

વાંકાનેર નગરપાલિકાના કયા કોરોના પોઝિટિવ ઉમેદવારે પીપીઈ કિટ પહેરીને છેલ્લી ઘડીએ મતદાન કર્યું ? જાણવા વાંચો

વાંકાનેર: નગરપાલિકાનું આજે 6 વાગ્યે મતદાન સંપન્ન થઈ ગયું. વાંકાનેર નગરપાલિકાના ભાજપના વોડ નંબર 5ના ભાજપના ઉમેદવાર રાજ કેતનભાઇ સોમાણી (જીતુભાઈ સોમાણી ના ભત્રીજા) ચૂંટણી પહેલા કોરોના પોઝિટિવ આવતા તેઓ હોમ કોરાનટાઇન થયા હતા. તેઓએ આજે છેલ્લી ઘડીએ તાલુકા શાળા નંબર 2 માં બીપીઇ કીટ પહેરીને મતદાન કરવા પહોંચ્યા હતા.

અહીંના સ્ટાફે પણ કિટ પહેરી હતી અને તેઓને મતદાન કરવાની વ્યવસ્થા કરી આપી હતી. તેઓ છેલ્લી ઘડી આવ્યા અને તાલુકા શાળા નંબર 2 માં છેલ્લો મત તેમનો પડ્યો હતો. ત્યાર પછી કોઇ મતદાન કરવા આવ્યું નહોતું. સમય પૂરો થઈ ગયો હતો.

જો સમય પૂર્વે કોરોના પોઝિટિવ પેશન્ટ મતદાન કરવા આવે તો અન્ય મતદારો મતદાન કરતા ડરે જેથી કરીને ભાજપના ઉમેદવારે છેલ્લી ઘડી આવીને મતદાન કર્યું આવા ગુજરાતના ઇતિહાસમાં બહુ ઓછા કિસ્સા બન્યા છે. જેમાંનો એક કિસ્સો વાંકાનેરનો હશે.

જુઓ વિડિયો…

આ સમાચારને શેર કરો