Placeholder canvas

ગુજરાતમાં કોરોનાનો ઉંચો મૃત્યુદર ડૉક્ટરો માટે ચિંતાનો વિષય

રાજ્યમાં જીવલેણ કોરોના વાયરસનાં વધતા કેસો અને ઉંચા મૃત્યુદરને રોકવા માટે રાજ્ય સરકારે રચેલી નવ તજજ્ઞા તબીબોએ આજે એવો મત વ્યક્ત કર્યો હતો કે અમદાવાદ શહેરમાં હર્ડ ઇમ્યુનિટીનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે અને તેમાં પણ શહેરના મધ્ય ઝોનમાં નોંધાતા કેસોનું પ્રમાણ ઘટયું છે. આ ઉપરાંત આ તબીબોએ મત વ્યક્ત કર્યો હતો કે ચોમાસાના કારણે કોરોના વાયરસ વધશે તેવી માન્યતા ખોટી છે. ચોમાસામાં હવામાં ઘનતા વધુ હોય છે અને વધુ ઘનતાવાળા વાતાવરણમાં વાઇરસ જલદીથી પ્રસરતા નથી. તેથી જો ચોમાસામાં મહત્તમ તાપમાન 35 ડિગ્રી કે તેથી વધુ રહે તો કોરોનાનું સંક્રમણ ઘટવાની શક્યતા છે.

ચોમાસાના કારણે કોરોના વધશે તેવી માન્યતા ખોટી

ત્યારે જીવલેણ વાયરસની પરિસ્થિતિ અંગે માહિતી આપતા ડૉ. તેજસ પટેલે કહ્યું હતું કે ગુજરાતમાં ઉંચા મૃત્યુદરો અંગે લોકો જેટલા ચિંતિત છે તેટલાં જ તબીબો પણ ચિંતિત છે. આ વાઇરસ અને તેની પેટર્ન સમગ્ર વિશ્વ માટે નવી છે. જ્યાં સુધી તેની કોઇ રસી કે નક્કર ઇલાજ ન શોધાય ત્યાં સુધી આપણે આપણાં અનુભવોમાંથી જ શીખવાનું રહેશે. 25મી માર્ચથી લોકડાઉન હતું અને લોકડાઉનના કારણે સંક્રમણ ધીમું થયું. લોકડાઉનનો જેટલો લાભ લેવાનો હતો તે આપણે લઇ ચૂક્યા છે. તેથી હવે કોરોનાથી ડરવાની જગ્યો જીવન પૂર્વવત્ કરવાની જરૂર છે. ગુજરાતમાં કે અમદાવાદમાં મૃત્યુદર શા માટે ઉંચો છે તે અંગે હાલ કોઇ ચોક્કસ કારણ આપવું મુશ્કેલ છે. કોરોનાથી ડરવાની જગ્યાએ હવે કોરોના સાથે જીવતા શીખવું પડશે.

લોકડાઉનનો જેટલો લાભ લેવાનો હતો તે આપણે લઇ ચૂક્યા

ત્યારે રાજ્યમાં ટેસ્ટિંગ અંગે ડૉ. પટેલે કહ્યું હતું કે માત્ર શંકાના આધારે તમામ લોકોનું ટેસ્ટિંગ હાથ ધરવું શક્ય નથી. કોરોના સંક્રમિત વ્યક્તિના આસપાના કોઇ વ્યક્તિમાં કોરોનાના લક્ષણો નથી અને તે સ્વસ્થ છે તો ટેસ્ટની કોઇ જરૂર નથી. કોરોનાગ્રસ્ત થવાની વધુ શક્યતા ધરાવતી વ્યક્તિઓના ટેસ્ટ થાય તેવી વ્યૂહરચનાથી હાલ ટેસ્ટિંગ હાથ ધરાઇ રહ્યા છે. ડૉ. દિલીપ માવલંકરે કહ્યું હતું કે દેશના કુલ કેસો પૈકીના 70 ટકા કેસો શહેર મુંબઇ, દિલ્હી, અમદાવાદ, ચેન્નઇ અને થાણેમાં છે. અમદાવાદના મધ્ય ઝોનમાં ગીચતા વધારે હોવાથી અહીં સંક્રમણ વધ્યું છે. આ ઉપરાંત મધ્ય ઝોનમાં હવે હર્ડ ઇમ્યુનિટીનો તબક્કો શરૂ થઇ ચૂક્યો છે અને તેના કારણે આ વિસ્તારોમાંથી આવતા કેસોમાં ખૂબ ઘટાડો નોંધાયો છે.

કોરોનાની સારવારમાં પણ ઝીન્કની ગોળીઓ અપાય છે

ઉંચા મૃત્યુ દર અંગે ડૉ. તુષાર પટેલે કહ્યું હતું કે કો-મોર્બોડિલીટી એટલે કે કોરોના સિવાયની અન્ય બીમારીઓના કારણે કેટલાંક દર્દીઓના મૃત્યુ થાય છે અને કોરોનાના કારણે જ જેમના મૃત્યુ થાય છે તેવા દર્દીઓમાં લેટ પ્રેઝન્ટેશન હોય છે એટલે કે તેમને હોસ્પિટલમાં ખૂબ મોડા દાખલ કરવામાં આવે છે. આ તબીબોએ લોકોને સલાહ આપી હતી કે લોકો એસ.એમ.એસ.(સોશિયલ ડિસ્ટન્સિંગ, માસ્ક અને સેનેટાઇઝર)નો ઉપયોગ રોજીંદા જીવનમાં કરે તેમજ પ્રોટીનસભર ખોરાક લે તે જરૂરી છે. આ ઉપરાંત રોજ કસરક અને શારીરિક પ્રવૃત્તિ પણ જરૂરી છે. કોરોનાની સારવારમાં પણ ઝીન્કની ગોળીઓ અપાય છે. તરબૂચ જેવા ફળોના બીમાં ઝીંક હોય છે અને મેડિકલ સ્ટોર પર પણ ઝીન્કની ગોળીઓ મળી જાય છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/B8TnXM4JtEGHSLX1iHG1Ew

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો