કોરોના વાયરસથી બચવા ઘરગથ્થુ ઉપાયો અજમાવો : રોગપ્રતિકારક શક્તિ વધરો

રાજકોટની સરકારી આયુર્વેદ હોસ્પિટલનાં વિભાગીય નાયબ નિયામક (આયુષ) ડો. જયેશ એમ. પરમારે હાલનાં લોકડાઉન સમયમાં કોરોના વાયરસથી બચવા ઘેર રહીને ઘરગથ્થુ ઉપાયો અજમાવવાની હિમાયત કરી છે. એનાથી રોગ પ્રતિકારક શક્તિમાં વધારો થશે.


(1) 1 વ્યક્તિ માટે 10 પાન તુલસીના તથા 2 મારી 1 ગ્લાસ પાણીમાં ધીમા તાપે ઉકાળી ચોથો ભાગ બાકી રહે એટલે ગાળીને પીવું
(આ ઉકાળામાં સુંઠ, આદુ, હળદર, અજમો, ગોળ જેવા રસોડાના ઔષધો પણ નાખી શકાય.) આ ઉકાળો પીવાથી જઠરાગ્ની તેજ થાય છે અને જઠરાગ્ની તેજ થવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે.
(2) દરેક વ્યક્તિ માટે કાળી દ્રાક્ષના 10 દાણા રાત્રે પલાળી આખા દિવસ દરમ્યાન 2-2 દાણા ચૂસવાથી ફાયદો થાય છે. કાળી દ્રાક્ષ દ્વારા રોગ પ્રતિકારક શક્તિ ખુબ આપે છે.
(3) આવા સમયે રોજ એક વાર રાઈ તથા મીઠું અડધી અડધી ચમચી વાટીને ગરમ પાણીમાં નાસ લેવો જોઇએ.
(4) દરેક લોકોએ પોતાના ઘરમાં રોજ સવાર સાંજ રાઈ, મીઠું ગુગળ, લોબાન, નગોડના પાન, સરસવ લીમડાના પાન, કપૂર ગાયનું ઘી, ગાયનું છાણ, આમાંથી જેટલું ઉપલબ્ધ હોય તેટલાનો ધૂપ કરવામાં આવે તો હવાની શુધ્ધિ થતા કોરોના જેવા રોગ સામે રક્ષણ મળે છે તથા ફેલાતો અટકે છે.

(5) આવા વાયરસ ફેલાવા સમયે જો હળદર મીઠાના કોગળા જો સવાર સાંજ કરવામાં આવે અને ખાસ રાત્રે સૂતા પહેલા કરવા જોઇએ તો રક્ષણ મળે છે.
(6) ગળામાં ચિકાસ કે ખારું લાગે તો સૂંઠ મરી પીપર તથા હળદરનો સરખા ભાગે પાવડર કરી મધ સાથે લેવાથી ચાટવાથી સૂકી ઉધરસમાં ફાયદો થાય છે અને કોરોના જેવા વાયરસ સામે રક્ષણ મળે છે.
(7) પીવાનું પાણીમાં થોડી ફટકડી નાખી અશુધ્ધિ તળિયે બેસે એટલે ઉકાળેલું પાણી જ પીવું.
(8) આવા કોરોના જેવા સંક્રાંતિ કાળના સમયે હળવો-તાજો ઝડપથી પચે તેવો ખોરાક લેવો.
(9) આ સમય ઘરે રહીને ધ્યાન, યોગ, પ્રાણાયામ દ્વારા તંદુરસ્તી મેળવવા માટેનો શ્રેષ્ઠ સમય છે. આ તકનો ઉપયોગ કરો.

ડૉ.જયેશ એમ. પરમાર
(વિભાગીય નાયબ નિયામક (આયુષ)-રાજકોટ

આ સમાચારને શેર કરો
  •  
  •  
  •  
  •  
  •  
  •