Placeholder canvas

અમદાવાદ : જમાલપુર-ખાડિયાના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ઇમરાન ખેડાવાલા આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ-મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાથે એક બેઠક પણ કરી હતી.

અમદાવાદ : ગુજરાતના અમદાવાદમાં કોરોના વાયરસને લઈને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. જમાલપુર-ખાડિયાના કોંગ્રેસના ધારાસભ્ય ઇમરાન ખેડાવાલાનો કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલાને ત્રણ દિવસથી કોરોનાનો લક્ષણ જણાતા હતા તેથી તેમને કોરોનાનો રિપોર્ટ કરાવ્યો હતો. જેમાં તેમનો રિપોર્ટ પોઝિટવ આવ્યો છે. ઇમરાન ખેડાવાલા સારવાર માટે એસવીપી હોસ્પિટલમાં દાખલ થશે.

ઇમરાન ખેડાવાલાએ આજે રાજ્યના મુખ્યમંત્રી વિજય રુપાણી, નાયબ-મુખ્યમંત્રી નીતિન પટેલ અને ગૃહ રાજ્યમંત્રી પ્રદીપ સિંહ જાડેજા સાથે એક બેઠક પણ કરી હતી. આ બેઠકમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવામાં આવ્યું હતું,. જોકે ઇમરાન ખેડાવાલાનો રિપોર્ટ પોઝિટિવ આવતા એક ચિંતાની વાત જોવા મળી રહી છે. ઈમરાન ખેડાવાલાની સાથે કૉંગ્રેસના અન્ય બે ધારાસભ્યો શૈલેષ પરમાર અને ગ્યાસુદીન શેખ પણ હતા. આ ઉપરાંત ઇમરાન ખેડાવાલા ઘણા લોકો અને અધિકારીઓને પણ મળ્યા હતા.

અમદાવાદમાં કોરોના વાયરસના સંક્રમણના કારણે સ્થિતિ બેકાબૂ બની છે. રાજ્યમાં 650 કરતા વધુ કેસ નોંધાયા છે જેમાંથી 373 કેસ અમદાવાદમાં છે ત્યારે સરકારે આજે મોટો નિર્ણય કર્યો છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના કોટ વિસ્તારમાં કર્ફ્યૂ લાદવાનો નિર્ણય કર્યો છે.

અમદાવાદના જૂના દરવાજાઓની વચ્ચે આવેલા ધબકતા કોટ વિસ્તારમાં સરકારે અગાઉથી બફર ઝોન બનાવ્યા હતા. ઠેરઠેર થર્મલ ગનથી ચેકિંગના પોઇન્ટ ઉભા કરાયા હતા અને તપાસ થઈ રહી હતી ત્યારે હવે આ સંક્રમણને વધુ પ્રસરાવતું અટકાવવા માટે સરકારે મહત્ત્વનો નિર્ણય લીધો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/K1QHeiulFjQCXJeeqLMEL0

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો