Placeholder canvas

પાનેલી ગામના યુવકનો કોરોના રિપોર્ટ આવ્યો નેગેટિવ: તંત્રએ લીધો રાહતનો શ્વાસ..

આજે બે લોકોમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાતા આઇસોલેશનમાં દાખલ કરાયા

મોરબીમાં બે દિવસ પહેલા ઉમા ટાઉનશીપમાં રહેતા અશોકભાઈ સિદ્ધપરાને કોરોના પોઝિટિવ આવ્યા બાદ તેના પત્નીનો રિપોર્ટ નેગેટિવ આવ્યો અને આજે પાનેલી ગામના યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખાયા હતા તેનો રિપોર્ટ પણ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.

મોરબીના પાનેલી ગામના 35 વર્ષના સ્થાનિક યુવકમાં કોરોનાના શંકાસ્પદ લક્ષણો દેખતા તેને મોરબીની સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં દાખલ કરી તેના સેમ્પલ જામનગર લેબમા મોકલવામા આવ્યા હતા. જેનો આજે રિપોર્ટ નેગેટિવ આવતા મોરબીના આરોગ્ય તંત્ર અને પાનેલીના યુવકના પરિવારજનોએ રાહતનો શ્વાસ લીધો હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે મોરબી જિલ્લામાં કુલ 36 જેટલા શંકાસ્પદ લોકોના કોરોના રિપોર્ટ કરવામાં આવ્યા છે. જેમાં ઉમા ટાઉનશીપમાં રહેતા અને હાલ રાજકોટ સિવિલમાં સારવારમાં રહેલા અશોકભાઇનો પોઝિટિવ અને 33ના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે. મોરબીમાં આજે વધુ બે લોકોમાં શંકાસ્પદ લક્ષણો જણાતા તેમને આઇસોલેશન વોર્ડમાં દાખલ કરવામાં આવ્યા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/H1qbExReKZ94dUC0AhI65L

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો