Placeholder canvas

સૌરાષ્ટ્રમાં મનપાની ચૂંટણી બાદ કોરોના મળી જંગી લીડ !

રાજકોટ જિલ્લામાં વધુ નવા 42 કેસ : અન્ય જિલ્લામાં આંકડો એકી સંખ્યામાં : કચ્છમાં નવા વધુ 10 કેસ : હજુ જિલ્લા-તાલુકા-પાલિકાઓની ચૂંટણી સુધી જોખમ વધવાનો ભય
રાજકોટ : સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં કોર્પોરેશન વિસ્તારોની ચુંટણીમાં મતદાનની પ્રક્રિયા પુર્ણ થવાની સાથે જ ફરી કોરોના પોઝીટીવ કેસમાં ઉછાળો આવ્યો છે.

રાજકોટ જીલ્લામાં કેસની સંખ્યા સીધી જ ડબલ થઇ છે. બીજી તરફ કચ્છમાં પણ વધુ 10 નવા પોઝીટીવ કેસ નોંધાયા છે. છેલ્લા 24 કલાક દરમ્યાન સૌરાષ્ટ્રમાં નવા 74 પોઝીટીવ કેસ સામે 76 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે.

રાજકોટ જીલ્લામાં 39 શહેર 3 ગ્રામ્ય કુલ 42, ભાવનગર 9, જુનાગઢ 6 , ભાવનગર 1, દ્વારકા-ગીર સોમનાથ 5-5, અમરેલી-મોરબી 3-3 સહીત 74 પોઝીટીવ કેસ નોંધાયા છે.

જયારે રાજકોટ-24, જામનગર 13, જુનાગઢ 6, ભાવનગર 10 , ગીર સોમનાથ 18, મોરબી 5 સહીત 76 દર્દીઓ સ્વસ્થ થયા છે. કચ્છમાં નવા 10 દર્દીઓ સામે 10 દર્દીઓ ડીસ્ચાર્જ થયા છે. રાજયમાં આજે નવા 315 કેસ સામે 272 દર્દીઓ સાજા થતા રાજયનો રીકવરી રેઇટ 97.70 ટકા નોંધાયો છે. સુરેન્દ્રનગર, બોટાદ, પોરબંદર જીલ્લો કોરોનામુકત રહયા છે.

આ સમાચારને શેર કરો