Placeholder canvas

સૌરાષ્ટ્રમાં કોરોના બ્લાસ્ટ : એકજ દિવસના નવા 99 કેસ : 6નાં મોત

ભાવનગર-71, રાજકોટ-19, ગીર સોમનાથ-પ, મોરબી-3 અને જામનગરમાં-1 કેસ : કોરોનાગ્રસ્ત છ દર્દીઓના સારવારમાં મોત

રાજકોટ: સૌરાષ્ટ્રભરમાં ચોમાસુ ઋતુમાં કોરોના વાઇરસનાં પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં વધારા સાથે સંક્રમણમાં ઉતરોતર વધારો થઇ રહયો છે. વહીવટી તંત્ર અને આરોગ્ય વિભાગની અસરકારક કામગીરી વચ્ચે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનો વ્યાપ વધી રહયો છે. સોશ્યલ ડીસ્ટન્સ, હોમ કવોરન્ટાઇન અને સમયસર આરોગ્ય સુવિધા મળતી હોવા છતા પોઝિટીવ દર્દીઓની અને સારવારમાં મૃત્યુને ભેંટનાર દર્દીઓની સંખ્યામાં સતત ચિંતાજનક વધારો થઇ રહયો છે.

ગીર સોમનાથ જિલ્લા આજે સોમનાથ મંદિરમાં સુરક્ષા પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટીવ આવતા દોડધામ મચી છે. આજે પણ રાજકોટ, ભાવનગર, ગીર સોમનાથ, જામનગર,મોરબી જિલ્લા મળી બપોર સુધીમાં નવા 99 પોઝિટીવ કેસ સાથે 6 દર્દીના મોત નોંધાયા છે.

રાજકોટ જિલ્લામાં આજે શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં 19 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા. જેમાં રાજકોટ શહેરમાં 13 અને ગ્રામ્ય વિસ્તાર 6 મળી કુલ 19 નવા પોઝિટીવ કેસ નોંધાયા હતા.
લોધીકા તાલુકામાં આજે દેવગામના 21 વર્ષના યુવાન છાપરા ગામના 44 વર્ષના મહિલા ગોંડલમાં જેતપુર રોડ સાંઢીયા પુલ પાસેના 39 વર્ષના મહીલાનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો.

મોરબી જિલ્લામાં ગઇકાલ સુધીમાં કુલ 78 કેસ નોંધાયા બાદ આજે ત્રણ વધુ કેસોનો ઉમેરો થતાં કુલ આંક 81 થયો છે.

ગીર સોમનાથ જિલ્લામાં આજે વધુ પાંચ નવા કેસો નોંધાયા છે. સોમનાથ મંદિરની સુરક્ષામાં ફરજ બજાવતા એક પોલીસ કર્મીનો રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. જયારે 60 વર્ષના વૃધ્ધા ચૌહાણ સ્કૂલ પાછળ વેરાવળનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સારવાર દરમિયાન મોત થયુ હતુ.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો