Placeholder canvas

મોરબીમાં ફુટ્યો કોરોના બોમ્બ: આજે મોરબીમાં 12 અને મોરબી જિલ્લામાં કુલ 15 પોઝીટીવ કેસ નોંધાયા

આજના મોરબીમાં 12 વ્યકતિ, વાંકાનેરના 2 વ્યકતિ અને હળવદમાં 1 વ્યકતિ કોરોનાથી સંક્રમિત : આરોગ્ય વિભાગમાં દોડધામ : જિલ્લાના અત્યાર સુધીના કુલ કેસ 93 થયા

મોરબી જીલ્લામાં ગત રવિવારે કોરોના બોમ્બ ફૂટ્યો હતો અને સૌથી વધુ ૧૨ કેસ એક જ દિવસમાં નોંધાયા હતા જોકે આજે સાંજ સુધીમાં છ કેસ આવ્યા બાદ વધુ નવ કેસ સાથે રેકર્ડબ્રેક ૧૫ કેસ એક જ દિવસમાં નોંધાતા આરોગ્ય વિભાગમાં દોડધામ મચી છે.

મોરબી : મોરબી જિલ્લામાં આજે કોરોનાનો કહેર વર્તાયો છે. આજે સાંજે એક સાથે 9 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જેથી આજના કુલ કેસનો આંક 15એ પહોંચ્યો છે. મોરબી જિલ્લામાં કોરોના પોઝિટિવના કુલ કેસ 93 થઈ ગયા છે.

મોરબી શહેર અને જીલ્લામાં સાંજ સુધીમાં છ કેસ નોંધાઈ ચુક્યા છે તો મોરબી ખાતેથી લેવાયેલા સેમ્પલના રીપોર્ટ બાકી હોય જેના રીપોર્ટ આવતા વધુ નવ કેસ સામે આવ્યા છે જેમાં મોરબીના યદુનંદન પાર્કના ૨૬ વર્ષના યુવાન, શકત શનાળાના ૪૫ વર્ષના આધેડ, વાવડી રોડ ભોળની વાડીના ૨૯ વર્ષના યુવાન, પુનીતનગરના ૩૦ વર્ષના યુવાન, જેટકો મોરબીના ૮૦ વર્ષના મહિલા, મોરબી વિદ્યુતપાર્કના ૫૫ વર્ષના મહિલા, હરીજનવાસ મોરબીના ૫૫ વર્ષના પુરુષ, શનાળા રોડ વિઠ્ઠલનગરના ૮૩ વર્ષના વૃદ્ધ તેમજ વાંકાનેરના પ્રતાપ ચોકના ૨૭ વર્ષના યુવાનનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/JyR2V8hjS4LAPJZA65ZTwk

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો