Placeholder canvas

માંગરોળ: શીલ ગામે અનુસુચીત જાતિના લોકોને અંતિમ વિધિ ન કરવા દેતા વિવાદ

માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસુચીત જાતિની મહિલાઓ સહિત લોકોઍ શીલ પોલીસ સ્ટેશનનો કર્યો ઘેરાવ.

By મયુરી મકવાણા જૂનાગઢ
જૂનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકાના શીલ ગામે અનુસુચીત જાતિ સમાજના મસરી સેજા વાઘેલાની અંતિમ વિધિ માટે શીલ સ્મશાન ખાતે લઈ ગયેલ ત્યારે અમુક માથાભારે તત્વો દ્વારા અગાવની જમીન બાબતનું રાગદ્રેશ રાખી અંતિમયાત્રાને રોકવામાં આવી હતી તેમજ જ્ઞાતિ પ્રત્યે હડદૂત કરી અપમાન કરેલ.

ત્યાર બાદ અનુસુચીત જાતિ સમાજના આગેવાનો દ્વારા શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ ગયા બાદ પોલિસ બંદોબસ્ત સાથે મૃતકની અંતિમવિધી કરવામાં આવી હતી.

છ કલાક સુધી સબને સ્મશાનની બહાર રાખવામાં આવ્યું હતું, શબનિ
પોલિસને સાથે રાખી અંતિમ વિધિ કરવામાં આવી હતી. આ બાબતે શીલ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે. શીલ પોલિસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.

આ સમાચારને શેર કરો