Placeholder canvas

વાંકાનેર: અમુક ગામોમાં આચાર્યોએ વિદ્યાર્થીના બદલે અન્યના ખાતામાં સ્કોલરશીપ જમા કરી ઉચાપત કર્યાની ફરિયાદ

વાંકાનેર તાલુકાના અમુક ગામડાઓમાં સરકારી પ્રાથમિક શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સરકાર તરફથી આપવામાં આવતી કોલરશીપ વિદ્યાર્થીઓ ને બદલે આચાર્યએ અન્યના ખાતામાં જમા કરાવી ચાવ કરી ગયો હોવાની ઘટના આરટીઆઈ દ્વારા સામે આવેલ છે. એમની ફરિયાદ વાંકાનેર તાલુકાના ગારીયા ગામના આરટીઆઇ એક્ટિવિસ્ટ અને આમ આદમી પાર્ટી સાથે જોડાયેલા અર્જુનસિંહ વાળાએ મોરબી કલેકટરને કરેલ છે.

વાંકાનેર તાલુકાની દલડી,માટેલ,સિંધાવાદર પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને આપવામાં આવતી શિષ્યવૃતિના નાણાં આચાર્ય દ્વારા MR. A (બેન્ક સ્ટેટમેન્ટમાં પૂરું નામ આવેલ નથી) અને અરવિંદ પરમાર નામના શખ્સના બેન્ક ખાતામાં જમા કરાવી આર્થિક નાણાંકીય લાભ આપેલ છે.માટેલ પ્રાથમિક શાળામાં MR. A નામના વ્યક્તિને તા.27.09.2019 CAS CHQ XFER WD ચૅક નં.232823 થી રૂ.84695. માટેલ પ્રાથમિક શાળાના આચાર્ય શ્રી દ્વારા જમા કરાવવામાં આવેલ જે રકમ તા.03.12.2019 સુધી MR. A નામના શખ્સે વિદ્યાર્થીઓને આપવા માટેની (શિષ્યવૃતિ) સરકારી નાણાં નો ઉપયોગ કરી આર્થિક લાભ આપેલ છે. આમ સરકારી નાણાંનો ગેરકાયદેસર રીતે અંગત સ્વાર્થ સારું ઉપયોગમાં લઈ સરકારી નાણાની ઉચાપત આચરેલ છે.

જ્યારે વાંકાનેર તાલુકાની સિંધાવદર પ્રાથમિક શાળાના આચાર્ય તેમજ દલડી ગામના આચાર્ય શ્રીએ વિધાર્થીઓ માટે ફાળવવામાં આવતી શિષ્યવૃતિની રકમ અરવિંદ પરમાર નામના શખ્સના બેન્ક ખાતામાં જમા કરાવી સરકારી નાણાંની ઉચાપત કરેલ છે. સિંધાવદર પ્રા. શાળાના આચાર્ય1 દ્વારા તા.30.03.2019 ના રોજ CAS PRES CHQ AXE PARMAR ARVIND ચૅક નં.720204 થી 102207.00 રૂપિયા અરવિંદ પરમાર નામના શખ્સના ખાતામાં જમા કરાવી અંગત લાભ સારું સરકારી નાણાં જે વિદ્યાર્થીઓને શિષ્યવૃતિ સહાય સ્વરૂપે આપવાના હતા તે સહાયની રકમ અરવિંદ પરમાર નામના વ્યક્તિને તા.16.12.2019 સુધી પોતાના પાસે રાખી સરકારી નાણાંનો ઉપયોગ અંગત સ્વાર્થ સારું કરેલ સરકારી નાણાંકીય ઉચાપત આચરેલ.

દલડી પ્રાથમિક શાળાના આચાર્ય દ્વારા તા.25.09.2019 ના રોજ TRF ARVIND PARMAR ચૅક.137617 થી રૂપિયા.47383 અરવિંદ પરમાર નામના વ્યક્તિના ખાતામાં જમા કરાવી આર્થિક લાભ અપાવેલ.ઉક્ત નાણાં અરવિંદ પરમાર તા.20.11.2019 સુધી દલડી આચાર્ય દ્વારા અરવિંદ પરમાર નામના શખ્સને સરકારી નાણાં વાપરવા સારું આપી સરકારી નાણાંની ઉચાપત આચરેલ છે.

ઉપરોક્ત વિષય અંતર્ગત દલડી,માટેલ,સિંધાવદર પ્રાથમિક શાળાના આચાર્ય પર તાત્કાલિક ધોરણે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવે.

ઉપરોક્ત તમામ માહિતી RTI અંતર્ગત મળેલ છે. તેમજ સિંધાવદર,માટેલ,દલડી પ્રાથમિક શાળામાં વિદ્યાર્થીઓને અત્યાર સુધીમાં આપવામાં આવેલ શિસ્યવૃત્તિ અંગે પણ ઊંડી તપાસ કરવામાં આવે તેમજ વાંકાનેર તાલુકાની તમામ પ્રાથમિક શાળાઓમાં પણ એક ટીમ બનાવી વિદ્યાર્થીઓને આપવામાં આવેલ શિષ્યવૃતિ અંગે તેમજ આજદિન સુધીમાં થયેલ તમામ નાણાંકીય વિહીવટોનો ક્રોસ વેરિફિકેશન કરવામાં આવે. એવી મોરબી કલેકટર સમક્ષ અર્જુનસિંહ વાળા એ લેખિત માંગણી કરે છે.

આ સમાચારને શેર કરો