કલેકટરનો હુકમ: મોરબી જિલ્લામાં દુકાનો સવારે 8 થી બપોરે 1 વાગ્યા સુધી જ ખુલ્લી રહી શકશે

મોરબી : મોરબી જિલ્લામાં દુકાનો ખોલવા અંગે જિલ્લા કલેકટરે જાહેરનામું પ્રસિધ્ધ કર્યું છે. જેમાં દુકાનો ખોલવાનો સમય સવારે 8થી બપોરે 1 સુધીનો જણાવાયો છે. આ ઉપરાંત જાહેરનામામા મોરબી શહેરની 10 બજારોમાં દુકાનો ખોલવા ઉપર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે.

હાલ લોકડાઉનમાં સરકાર દ્વારા દુકાનો ખોલવાની છૂટછાટ આપવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટર જે.બી. પટેલ દ્વારા જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે. જેમાં દુકાનો ખોલવાનો સમય સવારે 8થી બપોરના 1 સુધીનો રાખવાનો આદેશ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ગિચતા ધરાવતી મોરબી શહેરનો નગરદરવાજા ચોક, શાકમાર્કેટ ચોક, સોની બજાર, પરાબજાર, સરદાર રોડ, લોહાણા શેરી, તખ્તસિંહજી રોડ, નવયુગ શોરૂમથી સુપર ટોકીઝ રોડ, ગઢની રાંગ અને જય હિન્દ સિનેમા રોડ મળી કુલ 10 બજારોમાં દુકાનો બંધ રાખવાનો આદેશ પણ કરવામાં આવ્યો છે.

આ જાહેરનામું આગામી તા.3 મેં સુધી અમલવામાં રહેવાનું છે. જેનો ભંગ કરનાર સામે હેડ કોન્સ્ટેબલ અથવા તેના ઉપરના દરજ્જાના પોલીસ અધિકારી કલમ 188 તથા કલમ 51થી 58 મુજબ ગુનો દાખલ કરી શકશે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/BCHJZFw2oPOBxQoU0OIduP

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો
  • 116
  •  
  •  
  •  
  •  
  •  
    116
    Shares