Placeholder canvas

કોલ્ડ વેવ: લઘુત્તમ તાપમાન ફરી નીચું જવાથી કાતિલ ઠંડી

છેલ્લા ત્રણ દિવસથી સર્વત્ર ઠંડીનું સામ્રાજ્ય પ્રવર્તી રહ્યું છે તેમાં જો કે, ગઈકાલે લઘુત્તમ તાપમાન 1 ડિગ્રી ઉંચકાયું હતું પરંતુ બાદમાં આજે વહેલી સવારથી પારો 0.8 ડિગ્રી ગગડી જતાં સર્વત્ર કાતિલ ઠંડી લોકોને ધ્રુજાવી દીધા છે. આજે વહેલી સવારે નલિયામાં 5 ડિગ્ર, કેશોદમાં 7.6 અને રાજકોટમાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન સાથે ત્રીજા નંબરનું ઠંડુ શહેર રહેવા પામ્યું છે. હવામાન ખાતાના જણાવ્યા મુજબ આજે મોડી રાતથી ઠંડીમાં થોડી રાહત અનુભવવાની શઆત થશે.

છેલ્લા ત્રણ-ચાર દિવસથી ભારે ઠંડી અનુભવાઈ રહી છે તેમાં સૌથી નીચું તાપમાન કચ્છના નલિયા ખાતે 5 ડિગ્રી ત્યાર બાદ કેશોદ ખાતે 7.6 ડિગ્રી અને રાજકોટમાં 8.8 ડિગ્રી લઘુત્તમ તાપમાન રહેવા પામ્યું છે. આ ઉપરાંત ભાવનગરમાં 12.1 ડિગ્રી, પોરબંદરમાં 12.8, વેરાવળ 12.2, દ્વારકા 14.2, ઓખા 14.4, ભુજ 10.0, સુરેન્દ્રનગર 10, ન્યુ કંડલા 10.3, અમરેલી 10.8, દીવ 12.2 ડિગ્રી અને અમદાવાદમાં 12.4 ડિગ્રી ઉષ્ણતામાન રહેવા પામ્યું છે. છેલ્લા ત્રણ દિવસમાં તાપમાનમાં નજીવા ફેરફાર સાથે લોકો કાતિલ ઠંડીથી ધ્રુજારી અનુભવી રહ્યા છે.

શિયાળો તેના અસલ રંગમાં જ હોય વર્ષના અંતિમ દિવસે તાપમાનનો પારો બે ડિગ્રી નીચે જતા તેેેઆજ બર્ફીલા ઠંડો પવનથી લોકો ઠંડીને પગલે ધ્રૂજી ગયા છે. ગઇકાલે નોંધાયેલા તાપમાનથી આજે એક જ દિવસમાં બે ડિગ્રી નીચે તાપમાન જતાં વધતી ઠંડીને કારણે શહેરમાં રાત્રે તેમજ વહેલી સવારે કુદરતી કરફ્યુ જેવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે તો વધતી ઠંડીને પગલે જનજીવન અસ્ત વ્યસ્ત થવા પામ્યું છે.

આ સમાચારને શેર કરો