Placeholder canvas

CM રૂપાણીની જાહેરાત : પાનમાવા વેચવાની છૂટ, ઓડ-ઇવન મુજબ દુકાનો ખૂલશે

અમદાવાદ અને સુરત સિવાય બધે ઓટો રિક્ષા ચાલશે, માર્કેટ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનો ખુલ્લી રહેશે. પણ દુકાનમાં પાંચ કરતાં વધારે ગ્રાહકો રહી શકશે નહીં.

કેન્દ્ર સરકારે લૉકડાઉન 4.0 માં મોટી છૂટછાટ આપવાની જાહેરાત સાથે રાજ્યોને પોતાની રીતે લૉકડાઉનનો અમલ કરાવવાની સત્તા આપી હતી. આ સત્તાના અનુસંધાનમાં ગુજરાત સરકારે દ્વારા મોટી છૂટછાટ આપવામાં આવી છે. ગાંધીનગરથી રાજ્યની જનતાને સંબોધતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ લૉકડાઉનમાં છૂટછાટ આપી છે.મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી મોટી જાહેરાતો

અમદાવાદમાં પૂર્વ ભાગમાં કોઇ છુટછાટ નહીં. અમદાવાદમાં બસને આવવા જવા દેવાશે નહીં. બાકીના ભાગમાં એસટી બસ સેવા દોડશે. લગ્ન સમારંભ ૫૦થી વધારે નહીં ભેગા કરી શકાય. અંતિમ સંસ્કાર માટે ૨૦ જણાથી વધારે નહીં. કન્ટેન્ટમેન્ટ વિસ્તાર બહાર દુકાનો ખુલશે પણ પાન બિડી માવા બધાને છુટ. ટોળાશાહી નહીં.

અમદાવાદ અને સુરત સિવાય બધે ઓટો રિક્ષા ચાલશે, માર્કેટ કોમર્શિયલ વિસ્તારમાં દુકાનો ખુલ્લી રહેશે. પણ દુકાનમાં પાંચ કરતાં વધારે ગ્રાહકો રહી શકશે નહીં. કન્ટેન્ટમેન્ટ ઝોનમાં બધું જ સ્થગિત. પશ્ચિમ અમદાવાદમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં નદી પાર વેપાર, ધંધા, ઓફિસ ચાલુ કરવા દેવાશે. ઓડ ઇવન થશે.

શાળા કોલેજ કોચિંગ ક્લાસ, જીમ, સ્વીમિંગ પુલ, શોપિંગ મોલ્સ, સિનેમાગૃહ, જાહેર સમારંભો, ધાર્મિક કાર્યક્રમો વગેરે રાજ્યભરમાં પ્રતિબંધિત રહેશે. હાલ આવશ્યક ચીજવસ્તઓ સિવાયના ફેરિયા, સિટી બસ સેવા, ખાનગી બસ સેવાને મંજૂરી મળશે નહીં. રેસ્ટોરન્ટ પણ બંધ રહેશે.

કન્ટેન્ટમેન્ટમાં આવશ્યક ચીજવસ્તુઓની હાલની સ્થિતિ યથાવત રહેશે, પણ આ ઝોનની યાદી ફેરફાર થતી રહેશે. સમગ્ર ગુજરાતમાં સવારે ૮થી બપોરે ૩ આવશ્યક ચીજો જેવી શાક, ફળ, અનાજ, દૂધ, મેડિકલ વગેરેમાં છુટ રહશે. બાકીના વિસ્તારમાં બપોર ચાર વાગ્યા સુધી અન્ય વેપારીક પ્રવૃ્તિને છુટ અપાશે.

હેર કટિંગ સલુન, બ્યુટીપાર્લરને ખોલવાની મંજૂરી, પબ્લિક લાયબ્રેરી ખુલી રખાશે. કેબ, ટેક્સીમાં ડ્રાઇવર પ્લસ બેને છુટ. ખાનગી ગાીડીમાં ડ્રાઇવર પ્લસ બે વ્યક્તિ. પૂર્વ અમદાવાદમાં કેબ, ટેક્સીની સેવા બંધ. હોમ ડિલિવરી માટે જ રેસ્ટોરન્ટને છુટ. ડિવિલરી બોય્ઝના હેલ્થ કાર્ડ લેવાના રહેશે.

ગુજરાતમાં હાઇવે ઉપર રેસ્ટોરન્ટ્સ, ઢાબાને સોશીયલ ડિસ્ટન્સિંગ સાથે ખુલ્લી રખાશે. કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં ઓફિસને ૫૦ ટકા સ્ટાફ સાથે ખુલ્લી રખાશે. તમામ ગેરેજ, વર્ક્સશોપને ખુલ્લી કરાશે. કન્ટેન્ટમેન્ટ ઝોન સિવાયના વિસ્તારમાં ટુ વ્હીલર ઉપર એક જ વ્યક્તિ બેસી શકશે.

ગુજરાતમાં 19 મેથી 31 મે સુધી આ બધી છુટછાટ લાગુ રહેશે. કન્ટેન્ટમેન્ટ અને નોન કન્ટેન્ટન્ટ વિસ્તારમાં બીજા તબક્કાની જાહેરાત ૩૧ મે પહેલાં જાહેર થશે. હાલ અમદાવાદ અને સુરતમાં કન્ટેન્ટમેન્ટ વિસ્તાર જાહેર કરાયો છે જોકે, કન્ટેન્ટેમેન્ટ વિસ્તારમાં કયો ભાગ રહેશે એની જાહેરાત હવે થશે.

કન્ટેન્ટમેન્ટ સિવાયના વિસ્તારમાં ખાનગી ઓફિસ 33 ટકા સ્ટાફ સાથે ખુલ્લી રખાશે.

માસ્ક અમુલ દૂધ પાર્લર પરથી થ્રી લેયર માસ્ક 5 રૂપિયે અને એન-95 માસ્ક 65 ના દરથી મળશે. મંગળવારે અમદાવાદમાં અને બુધવારથી રાજ્યભરમાં શરૂ થશે…

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવો, આ whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/EQbRFlsJXb2GcBBWtsfKqZ

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો