Placeholder canvas

ધો. 6 અને 7માં 20થી ઓછી સંખ્યા હોય તેવી મોરબી જિલ્લાની 61 શાળાઓના વર્ગોને મર્જ કરાયા

મોરબી તાલુકાની 18, ટંકારા તાલુકાની 7, વાંકાનેર તાલુકાની 25, માળિયા તાલુકાની 5 અને હળવદ તાલુકાની 6 એમ કુલ 61 શાળાઓના ધોરણ 6 અને 7 બાજુની શાળામાં મર્જ કરવાના આદેશ જારી કરાયા.

મોરબી : મોરબી જિલ્લામાં શિક્ષણએ જે શાળામાં ધો. 6 અને 7 એમ બંને ધોરણ મળીને કુલ સંખ્યા 20થી ઓછી ધરાવતી શાળાના ધો. 6 અને 7 ના વર્ગોને બાજુની વિશાળ સુવિધા ધરાવતી શાળામાં મર્જ કરવા અને જે શાળામાં વર્ગો મર્જ થયા છે ત્યાં 7 અને 8ના ક્રમિક વર્ગો શરૂ કરવા આદેશ જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કરવામા આવ્યો છે. જિલ્લા શિક્ષણાધિકારીએ તેમના આદેશમાં સાથે ઉમેર્યું હતું કે 2 કિમીની અંદર મર્જ કરવાની રહેશે. જો કોઈ કારણસર 2 કિમીથી અંતર વધતું હોય તો ટ્રાન્સપોર્ટ સુવિધાઓ માટે શાળાએ સીઆરસી બી.આર.સી.ને દરખાસ્ત કરવાની રહેશે.

રાઈટ ટુ એજ્યુકેશન એકટ 2012 અંતર્ગત મફત અને ફરજિયાત શિક્ષણ અધિકારની અમલવારી થયા બાદ ધોરણ 1થી 5 નિમ્ન પ્રાથમિક અને ધોરણ 6થી 8 ઉચ્ચ પ્રાથમિક એમ બે ભાગ કરવામાં આવેલ છે. અને ધોરણ 1થી 5માં પી.ટી.સી. વાળા શિક્ષકો અભ્યાસ કરાવે અને ધો. 6થી 8માં બી.એડ. થયેલ વિષય નિષ્ણાંત, વિષય શિક્ષકો અભ્યાસ કરાવે એવી જોગવાઈ કરવામાં આવેલ છે. ઉચ્ચ પ્રાથમિક ધોરણના વિદ્યાર્થીઓને વિષય શિક્ષકો અને વધુ સુવિધા ધરાવતી શાળાનો લાભ મળી રહે એ માટે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી મોરબી દ્વારા આદેશ કરાયો છે. શિક્ષણ વિભાગની ગાઇડલાઈન મુજબ જે શાળાઓમાં ધોરણ 6 અને 7 બન્ને ધોરણના વિધાર્થીનો સરવાળો 20થી ઓછો થતો હોય તો તેવી શાળાઓ 2 કિમીના વિસ્તારમાં મર્જ કરવા જણાવાયું છે. આ ગાઇડલાઈન મુજબ મોરબી જિલ્લાની 61 જેટલી શાળાઓના ધોરણ 6 અને 7 ના વર્ગો બાજુની વધુ સુવિધા ધરાવતી ધોરણ 1 થી 8 ધરાવતી શાળામાં મર્જ કરવાના આદેશો કરવામાં આવ્યા છે.

મોરબી જિલ્લામાં 61 શાળાઓ એવી હતી કે જ્યાં ધોરણ 6 અને 7 બંને ધોરણ મળીને કુલ 20થી ઓછી સંખ્યા ધરાવતી શાળા કે જેની બાજુમાં જ આર.ટી.ઈ.ની જોગવાઈ મુજબ બે કિલોમીટરની અંદર વિશાળ સુવિધા ધરાવતી અને ધો 6થી 8 માં વિષય શિક્ષકો ધરાવતી શાળામાં વિદ્યાર્થીઓને વિષય નિષ્ણાંત શિક્ષકોના જ્ઞાનનો લાભ મળી રહે એવા હેતુસર શિક્ષણ વિભાગના આદેશ અન્વયે મોરબી તાલુકાની 18, ટંકારા તાલુકાની 7, વાંકાનેર તાલુકાની 25, માળિયા તાલુકાની 5 અને હળવદ તાલુકાની 6 એમ કુલ 61 શાળાઓના ધોરણ 6 અને 7 બાજુની શાળામાં મર્જ કરવાના આદેશ જારી કરાયા છે.

ઝડપથી સમાચાર મેળવવા માટે કપ્તાનના whatsapp ગ્રુપમાં જોડાવા માટે નીચે બ્લુ કલરમાં અંગ્રેજીમાં લખેલ લિંક પર ક્લિક કરો…..

https://chat.whatsapp.com/HWrLHO2pDzq71nTwu0solK

આ ઉપરાંત આપ કપ્તાનના ફેસબુક પેજ, ટ્વીટર, ટેલિગ્રામ અને ઇન્સ્ટાગ્રામમા પણ જોડાઈ શકો છો.. તેમજ પ્લે સ્ટોરમાં જઈને કપ્તાન ન્યુઝ લખીને મોબાઇલ એપ્સ પણ ફ્રી માં ડાઉનલોડ કરી શકો છો…

આ સમાચારને શેર કરો