Placeholder canvas

કુવાડવા: ભીચરીનાં અમરગઢમાં જમીનના શેઢા મામલે બે પરિવારો વચ્ચે અથડામણ: ચાર ઘવાયા

કુવાડવા નજીક ભીચરીનાં અમરગઢમાં રહેતા બે આહીર પરિવારો વચ્ચે જમીનના શેઢા પ્રશ્ર્ને સશસ્ત્ર અથડામણ થતાં ચાર વ્યકિત ઘવાયા હતા તેઓને અત્રેની સીવીલમાં ખસેડાયા છે. આ મામલે કુવાડવા પોલીસ મથકનાં સ્ટાફે ફરીયાદ નોંધવા તજવીજ આદરી છે.બનાવની પ્રાપ્ત વિગત અનુસાર ભીચરીનાં અમરગઢમાં રહેતા ભરતભાઈ નરસંગભાઈ રાઠોડ ઉ.વ.42 અને તેમના ભાઈ મહેશભાઈ ઉ.વ.40 પોતાના ગામમાં વાડીએ હતા ત્યારે પ્રવિણ રાયધન રાઠોડ, દેવુબેન પ્રવિણભાઈ મનવીર બાબુ ચાવડા અને પ્રવિણનાં કાકા અમકુભાઈએ ધોકા, કુહાડી વડે માર મારતા ઈજા થઈ હતી.

જયારે સામા પક્ષે પ્રવિણભાઈ રાયધનભાઈ રાઠોડ ઉ.વ.45 અને તેમનો ભાણેજ કુળદીપ રાવતભાઈ ચાવડા ઉ.વ.24 પોતે પોતાની વાડીએ હતા ત્યારે મહેશ નરસંગભાઈ, નનકુભાઈ નરસંગભાઈ, અને વિક્રમભાઈ નરસંગભાઈ રાઠોડ તથા તેની સાથેના અજાણ્યા શખ્સોએ ધારીયા તેમજ ધોકા વડે માર મારતાં માથા પર અને શરીરે ઈજા થઈ હતી.
ઘવાયેલા ચારેયને જણાવ્યું હતું કે જમીનના શેઢા મામલે અવારનવાર તકરાર ચાલતી હતી આજે બોલાચાલી થયા બાદ વાત મારામારી સુધી પહોંચી ગઈ હતી. આ બનાવ મામલે કુવાડવા પોલીસમાં ફરીયાદ નોંધાઈ છે.

આ સમાચારને શેર કરો