Placeholder canvas

વાંકાનેર: સીટી પોલીસ ડી સ્ટાફે વરલીનો જુગાર પકડ્યો

વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસનાં ડી સ્ટાફમાં ફરજ બજાવતા અમૃતભાઈ પટેલ, અરવિંદભાઇ ઓળકીયા અને સંજયસિંહ જાડેજા માર્કેટ ચોક ખાતે ખાનગી તપાસમાં હતાં તે દરમ્યાન પતાળીયા પુલ ઉપર જાહેરમાં વરલી ફિચરના આંકડા લખતા અને તે ઉપર પૈસાની લેતી-દેતી કરી હારજીતનો જુગાર રમાડતાં નરશીભાઇ તળશીભાઇ તાવિયા તથા દિલીપભાઇ મધુભાઈ સારલા વરલી ફિચરના આંકડા લખાવી રમતાં બંને આરોપીઓને વરલી ફિચરના આંકડા લખવાનું સાહિત્ય તથા રોકડ રકમ રૂ 7080 તથા મોબાઇલ નંગ-૨ કિંમત રૂપિયા 1000 મળી કુલ મુદ્દામાલ રૂપિયા 8080 સાથે મળી આવતા ગુન્હો કર્યા અંગે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

આ સમાચારને શેર કરો